શોર્ટ ટર્મ કોર્સ માટે સુપસ સ્કોલરશિપ

ચાર્લ્સ વેલેસ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા શોર્ટ ટર્મ કોર્સિસ માટે સ્કોલરશિપ ઓફર કરવામા આવી રહી છે. હિસ્ટ્રિ, ફિલોસોફી, હિસ્ટ્રી ઓફ આર્ટ, આર્કિયોલોજી, ક્રિએટિવ આર્ટ ફિલ્ડ જેવા ક્ષેત્રોમાં અભ્યાસ કરવા માટે આ સ્કોલરશિપ આપવામાં આવશે. આ સ્કોલરશિપની સમયમર્યાદા ત્રણ સપ્તાહની છે.

– અરજી કરવા માટે લાયકાત અને શરતોઃ 

અરજદારો ભારતીય નાગરીક હોવા જાઇએ. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવો જરૂરી છે.

સ્કોલરશિપ જે ક્ષેત્ર માટે ઓફર કરવામાં આવી રહી છે એ ક્ષેત્રમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી મિનિમમ 4 વર્ષ સુધી રિસર્ચનો અનુભવ હોવો જોઇએ, 

અથવા પીએચડી કરી હોવી જોઇએ.

અરજી કરવા માટે ચાર્લ્સ વેલેસ ઇન્ડિયા ટ્રસ્ટ, લંડનને ડાયરેક્ટ ઇ મેલ કરી શકાય છે. 

અરજદારોને ઇ મેલ પર જ તમામ માહિતી આપવામાં આવે છે. 

– અરજી કરવાની છેલ્લી તારીખ : 31 ડિસેમ્બર

 

– વેબસાઇટ

www.britishcouncil.in

 

– ઇ- મેલ

ior@bl.uk

You might also like