શોધ્‍ાગંગા પ્રોજેક્ટમાં રિસર્ચ પ્‍ોપ્‍ાર સબમિટ કરવામાં ગુજરાત યુનિ. દેશમાં ત્રીજા ક્રમે

અમદાવાદઃ શોધ્‍ાગંગાએ સંશોધ્‍ાન કરતાં સ્કોલર વિદ્યાર્થીઅો માટે ઉપ્‍ાયોગી બની શકે તે હેતુથી ઈન્ફલીબનેટ દ્વારા એક મહત્વનું સેન્ટર પ્‍ાૂરું પ્‍ાાડવાનો પ્રયાસ કરવામાં અાવ્યો છે. અા શોધ્‍ાગંગા પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે દેશની વિવિધ્‍ા યુનિવર્સિટીઅો અા માધ્‍યમ દ્વારા પ્‍ાોતાની યુનિવર્સિટીના પ્‍ાીએચડી પ્‍ાૂરું કરનારા  વિદ્યાર્થીઅોએ તૈયાર કરેલા શોધ્‍ાપ્‍ાત્રો (રિસર્ચ પ્‍ોપ્‍ાર)ને અા શોધ્‍ાગંગા વેબસાઈટ ઉપ્‍ાર પ્રસિદ્ધ કરવામાં અાવે છે. અા શૈક્ષ્‍ાણ‍િક વર્ષ 2014-15માં અત્યાર સુધીમાં દેશભરની વિવિધ્‍ા યુનિવર્સિટીઅો દ્વારા અપ્‍ાલોડ કરાયેલા શોધ્‍ાપ્‍ાત્રોમાં ગુજરાત યુનિવર્સિટીએ મોખરાની ટોપ-5 યુનિવર્સિટીમાં સ્થાન મેળવ્યું છે.

ઈન્ફલીબનેટ દ્વારા દેશની વિવિધ્‍ા 228 યુનિવર્સિટીઅો સાથે કરાર કરાયા છે, જેમાંથી 226 યુનિવર્સિટી દ્વારા શૈક્ષ્‍ાણ‍િક વર્ષ 2014-15માં કુલ 43161 ‍શોધ્‍ા પ્‍ોપ્‍ાર (રિસર્સ પ્‍ોપ્‍ાર્સ)ને અપ્‍ાલોડ કરવામાં અાવ્યા છે.  જેમાં સૌથી શોધ્‍ાપ્‍ાત્રો અપ્‍ાલોડ કરનારી 40 યુનિવર્સિટીઅોમાં ગુજરાતની ત્રણ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીએ ટોપ્‍ા થ્રીમાં સ્થાન મેળવ્યું છે. અા વર્ષે પ્‍ાણ શોધ્‍ાપ્‍ાત્રોને અપ્‍ાલોડ કરવામાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી મોખરે રહી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા વધ્‍ાુ  4459 શોધ્‍ાપ્‍ાત્રો અપ્‍ાલોડ કરવામાં અાવ્યા છે. જ્યારે ત્યાર બાદ અન્‍ના યુનિવર્સિટી દ્વારા 2824 શોધપ્‍ાત્રો અપ્‍ાલોડ કરાયા છે. ત્યાર બાદ ત્રીજા ક્રમે ગુજરાત યુનિવર્સિટી છે.  ગુજરાત યુનિવર્સિટીએ વર્ષ દરમિયાન કુલ 2822 શોધ્‍ાપ્‍ાત્રો અપલોડ કર્યા છે. 

જ્યારે ટોપ્‍ા-40માં અા વર્ષે ગુજરાતની અન્ય બે યુનિવર્સિટીઅો સરદાર પ્‍ાટેલ યુનિવર્સિટી અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થયો છે. સરદાર પ્‍ાટેલ યુનિવર્સિટીએ 601 શોધ્‍ાપ્‍ાત્રો અપ્‍ાલોડ કર્યા છે, જ્યારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ 554 શોધ્‍ાપ્‍ાત્રો અપ્‍ાલોડ કરાવીને અનુક્રમે 19 અને 21મું સ્થાન મેળવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીએ અપ્‍ાલોડ કરેલા 2822 શોધ્‍ાપ્‍ાત્રોમાં સૌથી વધ્‍ાુ ડિપ્‍ાાર્ટમેન્ટ અોફ કેમિસ્ટ્રીના 337 શોધ્‍ાપ્‍ાત્રોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ ડિપ્‍ાાર્ટમેન્ટ અોફ ફિઝિક્સના 282 અને ડિપ્‍ાાર્ટમેન્ટ અોફ ગુજરાતીના 238 શોધ્‍ાપ્‍ાત્રોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી અોછા શોધ્‍ાપ્‍ાત્રો ડિપ્‍ાાર્ટમેન્ટ અોફ લાઈબ્રેરી અેન્ડ ઈન્ફર્મેશન સાયન્સના માત્ર 7 શોધ્‍ાપ્‍ાત્રોનો સમાવેશ થાય છે.

You might also like