શેરબજારમાં સુસ્તતા જોવાઈ નિફ્ટી ૭,૮૦૦ની નજીક

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારમાં જોવાયેલાં પ્રેશરના પગલે આજે સ્થાનિક બજાર પણ રેડ ઝોનમાં ખૂલ્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૨ પોઇન્ટના ઘટાડે ૨૫,૬૯૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૫ પોઇન્ટના ઘટાડે ૭,૮૧૦ પોઇન્ટની સપાટી ટ્રેડિંગમાં જોવાઇ હતી. આમ, નિફ્ટી ૭,૮૦૦ની નજીક જોવાઇ હતી. આજે શરૂઆતે ઓએનજીસી, એલએન્ડટી, વેદાન્તા, એનટીપીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ગેઇલ કંપનીના શેર્સમાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ બીપીસીએલ, બેન્ક ઓફ બરોડા, મારુતિ સુઝુકી, બજાજ ઓટો, એક્સિસ બેન્ક કંપનીના શેર્સમાં ૩.૫ ટકાનો મજબૂત સુધારો જોવાયો હતો.કેપિટલ ગુડ્સ, બેન્ક અને મેટલ સેક્ટરના શેર્સમાં પ્રેશર જોવાયું હતું એ જ પ્રમાણે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેર્સ પણ નરમ ખૂલ્યા હતા. તો બીજી બાજુ ફાર્મા કંપનીના શેર્સ પોઝિટિવ જોવાયા હતા.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનના મેન્યુફેક્ચરિંગ ડેટા નબળા આવતા વૈશ્વિક બજાર ઉપર તેનું પ્રેશર વધ્યું છે. બજારમાં ઓવરઓલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.રૂપિયો  ૬૨.૨૦ની સપાટીએ ખૂલ્યોડોલર સામે રૂપિયો વધુ તૂટ્યો હતો. રૂપિયો ૨૩ પૈસા નબળો ૬૬.૨૦ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે રૂપિયો ૬૫.૯૭ની સપાટીએ બંધ થયો હતો. સ્થાનિક બજારમાં ડોલરની માગમાં ઉછાળો આવતાં રૂપિયા ઉપર પ્રેશર જોવાયું છે.
You might also like