શેફ વિકાસ ખન્ના પાસેથી પાછો લેવાયો રાષ્ટ્રધ્વજ

નવી દિલ્હી : ન્યૂયોર્કમાં ઝંડા પર પેદા થયેલો વિવાદ હજી શાંત થયો હોય તેવું નથી લાગી રહ્યું. ન્યૂયોર્કમાં વડાપ્રધાન મોદીને ખુબ જ સુંદર ભોજન બનાવીને જમાડનાર સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાને મોદીએ ખુશ થઇને રાષ્ટ્રધ્વજ ભેટ આપ્યોહ તો. જેનાં પર મોદીનાં હસ્તાક્ષર હતા.

જો કે વિકાસ ખન્નાએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ આ ઝંડાને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને સોંપવામ માંગે છે. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતીય વિદેશ મંત્રાલયે તેમની પાસેથી તે ઝંડો પાછો લઇ લીધો છે. આવું ફ્લેગ કોડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. 

સંવિધાનનાં અનુસાર રાષ્ટ્રીય ઝંડા પર કાંઇ પણ લખી શકાતુ નથી. વિકાસ ખન્ન્નાનાં અનુસાર વડાપ્રધાન મોદીએ ઝંડા પર સાઇન કરી હતી. ઉલ્લેખનીય છે કે વિકાસ ખન્નાએ મોદીનું ડિનર તૈયાર કર્યું હતું. ખન્નાએ જણાવ્યુ્ં કે તેમણે ભારતનાં 26 તહેવારોનાં અુસાર ખાસ ડીશ તૈયાર કરી હતી. વિકાસનાં અનુસાર ડિનરનાં મેનુથી વડાપ્રધાન ખુબ જ ખુશ થયા હતા. તેઓ વિકાસ ખન્નાને ભેટ્યા હતા અને ઓટોગ્રાફવાળો ઝંડો પણ આપ્યો હતો. 

You might also like