શેન વોર્ન સુપર હોટ ગોલ્ફર સાથે સમય વિતાવી રહ્યો છે

લંડનઃ ઓસ્ટ્રેલિયાના મહાન લેગસ્પિનર શેન વોર્નને હંમેશાં સમાચારમાં ઝળકતા રહેવાની કળા સારી રીતે આવડે છે. ક્યારેક તે કોઈ મહિલા મિત્રની સાથે હોવાને કારણે તો ક્યારેક પોતાનાં વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે શેન વોર્ન તાજેતરમાં સુપર હોટ પ્રોફેશનલ ગોલ્ફર કાર્લી બૂથ સાથે જોવા મળી રહ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ શ્રેણીમાં કોમેન્ટરી કરી રહેલો શેન નવરાશની પળો આ ૨૩ વર્ષીય હોટ પ્રોફેશનલ ગોલ્ફર સાથે પસાર કરી રહ્યો છે. શેન વોર્ને ઇન્સ્ટાગ્રામ પર બંનેનો ફોટો શેર કરતાં લખ્યું છે, ”મારી દોસ્ત અને સુપર હોટ ગોલ્ફર કાર્લીને ફરીથી મળીને સારું લાગ્યું. આર્ચરફિલ્ડમાં તેની સાથે રમતાં સારો સમય પસાર થયો.” આ સ્કોટિશ ગોલ્ફરે ૨૦૦૯માં ૧૭ વર્ષની ઉંમરે લેડિઝ યુરોપિયન ટૂર માટે ક્વોલિફાય કર્યું હતું.

You might also like