શું તમે રણવીરની આ વાતો જાણો છો..

• રણવીરસિંહનું આખું નામ રણવીરસિંહ ભાવનાની છે. રણવીર સોનમ કપૂરનો કઝીન છે. તે સોનમના માસીનો દીકરો છે.

• એક્ટિંગ ઉપરાંત તેને ક્રીએટીવ રાઇટિંગમાં પણ રસ હતો, તેણે એડ્વર્ટાઇઝિંગના ક્ષેત્રમાં કોપીરાઇટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 

• રણવીરના ડાયટમાં ઇંડાં, ફળ અને ડ્રાય ફ્રૂટ હોય છે. 

તે કાર્બોહાઇડ્રેટવાળા પદાર્થોથી દૂર રહે છે. પાસ્તા, નૂડલ્સ, બ્રેડ ખાતો નથી. 

• તે નોન વેજ ડિશ મસ્ત બનાવી શકે છે. તે માને છે કે યોગ્ય માત્રામાં બટરનો ઉપયોગ કરવાથી દરેક ડિશ સ્વાદિસ્ટ બને છે. 

• જ્યાં જિમ ન હોય તેવી જગ્યાએ જાય ત્યારે રણવીર પુશઅપ્સ કરે છે અને સૂટકેસ ઉઠાવીને એક્સર્સાઇઝ કરે છે. 

• ચોકલેટ અને મીઠી વસ્તુઓ રણવીરની નબળાઇ છે. જમ્યા બાદ તે આ રીતે ગળ્યું ખાવાનું પસંદ કરે છે. 

• બાળપણમાં રણવીર ખૂબ જાડો હતો. સોળ વર્ષની ઉંમરમાં તેણે વજન ઘટાડવા માટે વજન ઉપાડવાનું શરૂ કરી દીધું.

• રણવીરને સલમાન અને ઋ‌ત્વિક પસંદ છે, પરંતુ તેનો રોલ મોડલ તો સલમાનખાન જ છે. 

• હીરોઇનોમાં રણવીરને અનુષ્કા શર્મા સૌથી વધુ ફિટ લાગે છે. તે કહે છે કે તેનું મેટાબોલિઝમ ખૂબ જ હાઇ છે. 

• વર્ષમાં માત્ર એકાદ-બે વાર દારૂ પીવાની આદતને રણવીર પોતાની સૌથી મોટી ખાસિયત માને છે.

• રણવીર દિવસમાં બે વાર દોઢ કલાક માટે એકસર્સાઇઝ કરે છે. 

• નવરાશના સમયમાં રણવીર ડીવીડી જુએ છે, વી‌ડિયોગેમ રમે છે અને મિત્રો સાથે સમય વિતાવે છે. 

• રણવીર તેની ટીનએજમાં માધુરી દીક્ષિત, સોનાલી બેન્દ્રે અને રવિેના ટંડનને પસંદ કરતો હતો. 

 

You might also like