શીના 3BHKનો ફ્લેટ માગી ઈન્દ્રાણીને બ્લેકમેઈલ કરતી હતી

મુંબઈઃ શીના મર્ડર કેસમાં ફરી અેક વાર ચાેેેંકાવનારી વિગતાે બહાર આવી છે. જેમાં અેવાે દાવાે થઈ રહ્યાે છે કે શીના તેની માતા ઈન્દ્રાણીને બ્લેકમેઈલ કરી રહી હતી. શીના મુંબઈના બ્રાન્દ્રા(વેસ્ટ)માં અેક થ્રી બીઅેચકે ફલેટની માગણી કરી હતી. અા કારણે જ ઈન્દાણીઅે તેને પાેતાના માર્ગમાંથી હટાવી દીધી. આવાે ખુલાસાે કરતાં ઈન્દ્રાણીના ડ્રાઈવરે જણાવ્યું કે શીનાનું ગળું દબાવતી વખતે ઈન્દ્રાણી વારંવાર કહેતી હતી કે હવે  બ્રાન્દ્રામાં લઈ લે થ્રી બીઅેચકેનાે ફલેટ. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૪ અેપ્રિલ ૨૦૧૨ના રાેજ બ્રાન્દ્રામાં શીનાનું ગળું દબાવવામાં આવ્યું હતું.

ત્યારે ઈન્દ્રાણી ઉપરાંત તેનાે બીજાે પતિ સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામરાય પણ હાજર હતા. ડ્રાઈવરે તેના નિવેેદનમાં જણાવ્યું કે કારમાં શીનાનું ગળું દબાવતી વખતે ઈન્દ્રાણી ખૂબજ હિંસક બની ગઈ હતી. તેણે ખાર પાેલીસને અા નિવેદન જ્યુડિશિયલી કસ્ટડીમાં માેકલતાં પહેલાં અેક દિવસ અગાઉ આપ્યું હતું.

ડ્રાઈવર આ કેસમાં સરકારી સાક્ષી બનવા માગે છે કે જેથી તેને આેેછી સજા મળે. પાેલીસની તપાસમાં જાણવા મળ્યું કે શીના ઈન્દ્રાણીને બ્લેકમેઈલ કરતી હતી. ઈન્દ્રાણીના પુત્ર મિખાઈલ, પતિ પીટર મુખરજી અને રાહુલની પુછપરછમાં  પાેલીસને અેવી માહિતી મળી હતી કે શીના પીટર સામે કાેઈ ખાનગી પત્ર જાહેર કરવાની ધમકી આપતી હતી અને ઈન્દ્રાણીઅે તેને આવું કરતાં રાેકતાં શીનાઅે ફલેટની માગણી કરી હતી.

પાેલીસે જણાવ્યું કે જ્યારે શીનાઅે જણાવ્યું કે તે રાહુલ સાથે લગ્ન કરવા માગે છે. તેથી ઈન્દ્રાણી પરેશાન થઈ ગઈ હતી. અને તેણે આ બંનેને અલગ કરવાના અનેક પ્રયાસાે કર્યા હતા. જાેકે પીટરને આ બંનેના સંબંધ સામે કાેઈ વાંધાે ન હતાે. પાેલીસનું માનવું છે કે આ હત્યા કેસમાં પીટરની મિલકત પણ કારણભૂત હાેઈ શકે. પાેલીસ માને છે કે ઈન્દ્રાણીને અે વાતનાે ડર હતાે કે જાે શીના રાહુલ સાથે લગ્ન કરી લેશે તાે તેનાે પીટરની મિલકત પરનાે કંટ્રેાલ નહી રહે.

You might also like