શીના મર્ડર કેસ: હાડકાંનો DNA રિપોર્ટર પોઝિટિવ, ઇન્દ્રાણીને 14 દિવસની જેલ 

મુંબઇ: શીના મર્ડર મિસ્ટ્રીમાં રાયગઢથી પ્રાપ્ત કરવામાં આવેલા કંકાલ અને હાડકાંનો ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કલીના લેબમાં ઇન્દ્રાણીને ડીએનએ સેમ્પલ સાથે સરખામણી કરવામાં આવી છે. હવે એ વાતની પુષ્ટિ થઇ ગઇ છે કે પેનના જંગલમાં દફનાવવામાં આવેલી લાશ શીના બોરાની જ હતી. 

આ પહેલાં મુંબઇની બાંદ્રા કોર્ટે આ કેસમાં આરોપી ઇંદ્રાણી અને ડ્રાઇવર શ્યામવીરને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યો. 21 સપ્ટેમ્બર સુધી બંને આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. તો બીજી તરફ સંજીવ ખન્નાને મુંબઇ પોલીસ કલકત્તા લઇને આવી. તેના પોલીસ રિમાન્ડ આજે જ પુરા થાય છે. 

એવામાં સંજીવ ખન્નાને આજે જ કોર્ટમાં રજૂ કરવાનો હતો. એટલા માટે મુંબઇ પોલીસ સંજીવ ખન્નાને લઇને કલકત્તાના અલીપોર કોર્ટમાં પહોંચી ચુકી છે. આ પહેલાં મુખ્ય આરોપી ઇન્દ્રાણી મુખર્જી અને ડ્રાઇવર શ્યામવર રાયને બાંદ્રા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. 

મુંબઇ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ કહ્યું કે તે આ કેસને દિલ્હીનો આરૂષિ કેસ નહી બનાવા દે. શીના કેસમાં તેની સાથે છ અધિકારીઓની ટીમ પૂછપરછ અને તપાસ કરી રહી છે. રાકેશ મારિયાનું 30 સપ્ટેમ્બરના રોજ પ્રમોશન થવાનું છે. તે પહેલાં તે આ કેસને ઉકેલવા માંગે છે. 

 

You might also like