શીના બોરા પહેલાંં તેના ભાઈ મિખાઈલની હત્યા થવાની હતી

મુંબઈઃ શીનાનાે નાનાે ભાઈ મિખાઈલ જાે ભાગી ગયાે ન હાેત તાે ઈન્દ્રાણી મુખરજી, સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામ રાયની ત્રિપુટીઅે શીના પહેલાં મિખાઈલની હત્યા કરી દીધી હાેત. ૨૪ અેપ્રિલ, ૨૦૧૨ના રાેજ મુંબઈમાં વર્લીની હીલટાેપ હાેટલમાં પહેલાં જ મિખાઈલને જ નશીલી દવા આપવામાં આવી હતી. પરંતુ ત્યારે મિખાઈલને કંઈક અજુગતું થવાનાે અણસાર આવી જતાં તે ભાગી ગયાે હતા.

આ અંગે ખાર પાેલીસમથકના અધિકારીઅે જણાવ્યું કે મિખાઈલને મુંબઈ તેની માતા ઈન્દ્રાણીની સંપતિ અંગે ચર્ચા કરવા બાેલાવાયાે હતાે. પરંતુ તે દિવસે સાંજે જ આ ત્રણેયે સાથે મળી શીનાને બ્રાન્દ્રા ખાતેની નેશનલ કાેલેજ નજીક બાેલાવી તેનું અપહરણ કરી હત્યા કરી દીધી હતી. પાેલીસ અધિકારીઅે આ અંગે જણાવ્યું કે આ વાતની જાણકારી મિખાઈલને ગોહાટીથી મુંબઈ લાવી પૂછપરછ કરાતાં મળી હતી. આ વાતની સાબિતી ઈન્દ્રાણીના પૂર્વ પતિ સંજીવ ખન્નાની પૂછપરછમાં પણ મળી હતી. સંજીવ ખન્ના માેટા ભાગે હાેટલ હિલટાેપમાં જ રાેકાતાે હતાે અને ઈન્દ્રાણી તેના માટે રૂમ બુક કરાવતી હતી. અધિકારીઅે જણાવ્યું કે આ બાબતે મિખાઈલનું આ નિવેદન  મજબૂત પુરાવા સમાન સાબિત થશે.

You might also like