શિવસેનાનો મોદીને પત્ર : સાવરકરને ભારત રત્ન આપવાની માંગ

મુંબઇ : શિવસેનાએ સ્વતંર્ત સેનાની વીર સાવરકરનાં માટે ભારત રત્નની માંગ કરી છે. પાર્ટી નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગણી કરી હતી કે સાવરકરને ભારત રત્નઆપવામાં આવવું જોઇએ. શિવસેનાં તેની પહેલા પણ વિનાયક દામોદર સાવરકનાં માટે ભારત રત્નની માંગ કરી રહી છે.

ઉલ્લેખનીય છે શિવસેના જ્યારે સાવરકરને ભારત રત્ન આપવા માટેની માંગણી ઉગ્ર કરી રહ્યું છે ત્યારે સાવરકરનો પરિવાર આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સાવરકરનો પરિવાર આ મુદ્દાથી પોતાનું અંતર બનાવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખીય છે સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકરે ગત્ત અઠવાડીયે ઉઠેલી માંગ અંગે કહ્યું હતું કે તેઓ પોતે જ સાવરકરને ભારત રત્ન આપવાની માંગની વિરુદ્ધ છે. તેમનું કહેવું હતું કે તેઓ ભારત રત્નનાં પક્ષમાં નથી કારણ કે સાવરકરને કોઇ એવોર્ડની જરૂર નથી. તેઓ કોઇ પણ એવોર્ડનાં મોહતાજ નથી. 

You might also like