શિવસેનાનાં વિરોધ છતા કસુરીનાં પુસ્તકનું વિમોચન

મુંબઇ : પાકિસ્તાનનાં પુર્વ વિદેશી મંત્રી ખુર્શીદ મહેમુદ કસુરીનાં પુસ્તકનાં વિમોચનનો વિરોધ કરી રહેલી શિવસેનાએ સુધીન્દ્ર કુલકર્ણીને પાક એજન્ટ જણાવ્યા હતા. શિવસેનાં દ્વારા વિરોધ પર યથાવત્ત હતો. શિવસેનાં દ્વારા પુસ્તક વિમોચનનો શિવસેનાં દ્વારા વિરોધ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જો કે શિવસેનાં નેતા સંજય રાઉતે તેને ખોટું જણાવતા કહ્યું કે અમારો વિરોધ યથાવત્ત રહેશે. જો કે મીડિયામાં જે સમાચારો આવી રહ્યા છે તે અસત્ય છે. 

સંજયે કહ્યું કે મુખ્યમંત્રીએ અમને કાર્યક્રમમમાં અડચણરૂપ નહી થવા માટે અપીલ કરી હતી. અમે તેમની ભાવનાઓનું સન્માન કરીએ છીએ. કાર્યક્રમ થવા દેવો તે મુખ્યમંત્રીની મજબુરી છે. અમે તેમને પત્ર લખીને અમારા વિરોધ અંગે જણાવ્યું છે, સાથે જ ખુર્શીદ કસૂરીનાં ભારત વિરોધી કામોનાં પુરાવા પણ સોંપ્યા હતા. 

જો કે સંજયે સુધીન્દ્ર કુલકર્ણીને પાકિસ્તાનનાં એઝન્ટ ગણાવ્યા હતા. તેઓ પાકિસ્તાની એઝન્ટ છે અને પોતાનું કાળુ મોઢું લઇને ફરી રહ્યા છે. આપણે એવા વ્યક્તિનું રેડ કાર્પેટ પર સ્વાગત કરી રહ્યા છીએ. જેણે અમારા દેશનું અપમાન કર્યું છે. કસૂરી હુર્રિયતનું સમર્થન કરી રહ્યા છે. કુલકર્ણીનાં મો પર શાહી ફેંકવાનાં મુદ્દે તેમણે કહ્યું કે આ કોઇ હૂમલો નહોતો પરંતુ અહિંસક પ્રદર્શન માત્ર હતું. જો કે આ પગલાની નિંદાનાં મુદ્દે તેમણે કહ્યું કે જેમણે નિંદા કરવી હોય તે ભલે કરે. આ અમારો રાજનૈતિક એજન્ડા પહી પરંતુ દેશભક્તિ છે. 

You might also like