શિલ્પાએ અમેરિકી શો કેમ ઠુકરાવ્યો?

શિલ્પા શેટ્ટીએ ઇંગ્લેન્ડમાં રિયાલિટી શો ‘બિગ બોસ’માં ભાગ લઇને સફળ થઇ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી હતી, પરંતુ તાજેતરમાં તેણે એક અમેરિકી ટીવી શોમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકી સિરિયલ ‘ધ રોયલ્સ’ના નિર્માતાઓએ તેને કેટલાક એપિસોડમાં કામ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેણે ઇનકાર કરી દીધો. શિલ્પાએ આ વિદેશી સિરિયલમાં કામ કરવાનો ઇનકાર કેમ કર્યો તેવાે સવાલ સો ટકા આપણને થાય. શિલ્પા આ શો સ્વીકારીને અમેરિકી દર્શકોમાં પોતાની ઓળખ ઊભી કરી શકે તેવા સો ટકા ચાન્સ હોવા છતાં તેણે ઇનકાર કર્યો. તેનું મુખ્ય કારણ છે-સમય. હાલમાં શિલ્પા શેટ્ટી પાસે સમય નથી. તેની પાસે પહેલાંથી એટલું કામ છે કે તે આ શો માટે તારીખ ન આપી શકી. 

નિર્માતા ઇચ્છતા હતા કે શિલ્પા જુલાઇથી સતત 20 દિવસ તેમના માટે શૂટિંગમાં ફાળવે, પરંતુ શિલ્પાએ આ ડેટ્સ પહેલાંથી કોઇ બીજાને આપી દીધી છે. બીજા કોઈ કામના લીધે તે આ સિરિયલ ન કરી શકી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સિરિયલના નિર્માતાઓ શિલ્પાને તેમના શોનો ભાગ બનાવવા માટે ઉત્સુક હતા, કેમ કે તેનો એક રોલ શિલ્પાના રોલને મસ્ત મેચ થાય છે. વળી, તેઓ લંડનમાં શિલ્પાને મળેલી લોકપ્રિયતાથી પણ વાકેફ છે. શિલ્પાને ખુદ પણ આ રોલ કરવામાં રસ હતો, પરંતુ સમયની કમીના કારણે તે ન કરી શકી. 

You might also like