શિક્ષણના નબળા સ્તર માટે મુખ્યમંત્રી જ જવાબદાર છે

અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણની અધોેગતિ માટે આનંદીબેન ગોટાળા માટે કોને ઝાડુ પકડાવાશે. ભરતસિંહ સોલંકીને બાર વર્ષે બાવો બોલે તેમ આનંદીબેનને અહેસાસ થયો છે કે, શિક્ષણનું સ્તર કથળું છે. તેથી પોતે બેબાકળા થયા છે. એટલે જ વંદનીય ગુરૂજનો-શિક્ષકોને ઝાડુ પકડાવવાની વાત મુખ્યમંત્રી કરી રહ્યા છે. તે શિક્ષકદિન જેવા રાષ્ટ્રીય પર્વના દિવસે આવા શબ્દોના આવા શબ્દપ્રયોગ અયોગ્ય છે.

રાજયના મહિલા મુખ્યમંત્રી દાતરડું, ઝાડુ જેવા સરમુખત્યારશાહી શબ્દોના ઉચ્ચારણો તેમની નિષ્ફળતા છુપાવવા માટે અને પક્ષની અને રાજયની પરિસ્થિતિઓથી નિરાશ થયા હોય તેવું સ્પષ્ટ થાય છે. ત્યારે ખરેખર શિક્ષણનાં કથળતાં સ્તર માટે સ્વયં જવાબદાર વ્યક્તિને ઝાડુ પકડવુ જોઈએ તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત છેલ્લા પંદર વર્ષના શિક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે.

જુનિયર કેજીથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાશાખામાં ટ્યુશનપ્રથા, ડોનેશન પ્રથા અને શિક્ષણના વ્યાપારીકરણ માટે તત્કાલીન શિક્ષણમંત્રી તરીકે આનંદીબેન પટેલ પોતે જ જવાબદાર છે. રાજયના મુખ્યમંત્રી પોતાની જવાબદારી નિશ્વિત પોલીસ અધિકારીઓને ઝાડું  પકડવાનાં આદેશ અપાશે. ગાંધીના ગુજરાતમાં કરોડો રૂપિયાના રોજ ઠલવાતા દારૂ રોકવામાં નિષ્ફળ પોલીસ અધિકારીઓ અને ગૃહ રાજયમંત્રીને ઝાડું પકડાવશે. જીપીએસસી અને અન્ય સરકારી ભરતીના ગોટાળા માટે કોને ઝાડું પકડાવશે.

આરોગ્ય સેવા સંપૂર્ણપણે પડી ભાંગી છે તે માટે આરોગ્યમંત્રી જવાબદારી નક્કી કરીને તેમને ઝાડું પકડાવશે. જે રીતે રાજ્યમાં કાયદો-વ્યવસ્થા, ખેડુતોની સમસ્યા, બેેરોજગારી, વેપારીઓના કનડગત, ઉદ્યોગો બંધ થવા સહીત વિવિધ મુદ્દાઓ અંગે  મુખ્યમંત્રી કોને કોને ઝાડું પકડાવશે, ગુજરાતની છ કરોડ જનતા જાણવા માંગે છે.   

You might also like