શા માટે નેપાળ બને છે વારંવાર ભૂકંપનો ભોગ ?

કાઠમાંડૂ : નેપાળમાં શનિવારે આવેલા ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે. અને આ ભૂકંપને 1932 પછીનો સૌથી મોટો ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. નેપાળમાં ભૂકંપ આવતા જ રહે છે અને એટલા માટે જ નેપાળ દુનિયાના સૌથી વધારે ભૂકંપ સંભવિત વિસ્તારો પૈકીનો એક છે. પરંતુ અહી વધારે પ્રમાણમાં ભૂકંપ આવવાનું કારણ શું છે તે અંગે જાણો.

આ વિસ્તારમાં પૃથ્વીની ઇન્ડિયન પ્લેટ (ભારતનો ભુગર્ભીય પોપડો) યૂરેશિયન પ્લેટની નીચે સતત દબાઇ રહ્યો છે જેનાં કારણે હિમાલય સતત ઉપર ઉઠી રહ્યો છે. દર વર્ષે ભારતીય પોપડો લગભગ 5 સેન્ટિમિટર યૂરેશિયન પોપડાની નીચે દબાતો જાય છે. જેનાં કારણે હિમાલય પાંચ મિલીમીટર ઉપર ચઢે છે. તેનાં કારણે ત્યાં રહેલા પથરાળ ઢાંચામાં તંગ પરિસ્થિતી પેદા થાય છે. જ્યારે આ ખેંચાણ વધારે થાય છે ત્યારે ભૂકંપ સર્જાય છે. 

હજી સુધી ક્યાંય પણ ભૂકંપ અંગેની આગાહી કોઇ કરી શકતુ નથી. પરંતુ હાલ વૈજ્ઞાનિકો એવુ અનુમાન લગાવી રહ્યા છે કે હિમાલયી વિસ્તારોમાં હજી પણ મોટા ભુકંપના આંચકાઓ આવી શકે છે. વૈજ્ઞાનિકો હાલ તો ભૂકંપની આગાહી કરવા માટેની પદ્ધતી શોધવા માટે પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી. 

You might also like