શા માટે થયો બાહુબલીનો વધ ? કટપ્પા કેમ બન્યો રાજદ્રોહી ? વાંચો બાહુબલી-2 ની સ્ટોરી

અમદાવાદ : રાજમૌલીની ફિલ્મ બાહૂબલી રિલિઝ થઇ ચુકી છે અને એક પછી એક રોકોર્ડ તોડી રહી છે. કરોડો રૂપિયાની પસ્તાળ પાડનારી ફિલ્મ અંગે તમને જાણીને નવાઇ લાગશે કે આ ફિલ્મમાં ખુબ જ અત્યાધુનિક પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ ફિલ્મ બનાવવા માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે. અત્યાર સુધીનાં બોલિવુડનાં ઇતિહાસની આ મોંઘી ફિલ્મ જોકે અધુરી છે. પહેલા ભાગમાં જ ઘણા બધા રેકોર્ડ સર્જાઇ ચુક્યા છે.

જો કે હવે દર્શકો બીજા ભાગ માટે ઉત્સુક છે. કારણ કે પહેલા ભાગનાં અંતે એવું દેખાડાય છે કે બાહુબલીની હત્યા તેનાં જ વિશ્વાસુ કટપ્પા દ્વારા કરવામાં આવે છે. જેનાં પગલે એવું તે શું થયું કે કટપ્પા દ્વારા જ પોતાનાં બાહુબલીની હત્યા કરવામાં આવે છે ? શા કારણે ભલ્લાલ દેવ મહારાજ બની ગયો વગેરે પ્રશ્નો થાય છે તો તેમનાં માટે અમે બીજા ભાગની સ્ટોરી લઇ આવ્યા છીએ.

બીજા ભાગ એટલે કે ‘બાહુબલી ધ કન્કલુઝન’ દેખાડવામાં આવશે કે કાલાકેયાનાં સંહાર બાદ બાહુબલીને રાજા બનાવી દેવામાં આવે છે જ્યારે ભલ્લાલ દેવને સેનાપતિ જાહેર કરવામાં આવે છે. બાહુબલી મહિષપતિ બન્યા બાદ તેને દેવસેના નામની યુવતી સાથે પ્રેમ થઇ જાય છે. (જેને પ્રથમ ભાગમાં બંદી દેખાડવામાં આવે છે.)

જો કે રાજા તરીકે તેના લગ્ન દેવસેના સાથે શક્ય નહી હોવાનાં કારણે બાહુબલી રાજાનું પદ ત્યાગીને દેવસેના સાથે લગ્ન કરે છે. ત્યાર બાદ તે જંગલમાં જતો રહે છે અને સામાન્ય જીવન પસાર કરવા લાગે છે. જેનાં પગલે રાજ ભલ્લાલ દેવને પ્રાપ્ત થાય છે. 

ભલ્લાલ દેવની ક્રુરતાથી લોકો કંટાળી ચુક્યાં છે. રાજની પરિસ્થિતી ખુબ જ બદ્દતર થતી જાય છે.  ત્યારે દુષ્કાળમાં અધિકમાસની જેમ કાલકેયનનો ભાઇ ફરીથી મહિષપતિ પર હૂમલો કરે છે. જો કે તેની પહેલાથી જ માહિતી મળવાનાં કારણે બાહુબલી નગરમાં પરત ફરે છે. જો કે ભલ્લાલ દેવ એવું સમજે છે કે તે રાજા બનવા માટે આવ્યો છે અને તેનાં કારણે મારું રાજ છીનવાઇ જશે.

જેથી ભલ્લાલદેવ, કટપ્પા તેમન બિજલાલ દેવ દગાથી યુદ્ધ દરમિયાન જ બાહુબલીની હત્યા કરે છે. કટપ્પા તો સિંહાસનનો ગુલામ હોય છે માટે તે પોતાની ઇચ્છા નહી હોવા છતા પણ રાજાનાં આદેશને માથે રાખીને બાહુબલીની હત્યા કરે છે. બાહુબલીની હત્યા થયા બાદ તેની પત્ની દેવસેનાને કેદ કરે છે. કપટ દ્વારા તેના પુત્રને પણ મારી નાખવાનો પ્રયાસ કરે છે. જો કે ભલ્લાલની માતા બાળકને બચાવી લે છે. ત્યાર બાદ તો પહેલા ભાગમાં જે દેખાડાયું છે તેવી ઘટનાઓ બને છે. તેનો બચાવ થાય છે તે એકગામવાસીનાં ત્યાં રહે છે મોટો થાય છે અને ધોધ પર ચડીને પરત ફરે છે. 

બાહુબલીનો પુત્ર શિવા કબીલા અને પ્રેમીકા અવંતિકા અને કબીલાનાં લોકો સાથે હૂમલો કરીને મહિષપતિ સાથે પોતાનું રાજ્ય પરત મેળવે છે. અત્રે મહત્વનું છે કે સપ્ટેમ્બર, 2015 સુધીમાં બાહુબલીના બીજા ભાગનું શુટિંગ પણ પતાવી દેવામાં આવશે. જેને 2016નાં જાન્યુઆરી માસમાં રિલિઝ કરવાની યોજનાં છે. 

– કૃતાર્થ જોશી

You might also like