શાહી ફેંકનારા કાર્યકર્તાઓ સાથે ઉદ્ધવની મુલાકાત 

મુંબઇ : સુધીન્દ્ર કુલકર્ણીનાં ચહેરા પર શાહી ચોપડનાર શિવસૈનિકોનું શિવસેનાં દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંગળવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુધીન્દ્રનાં ચહેરા પર કાળી શાહી લગાવનારા સૈનિકો સાથે મુલાકાત યોજીને તેમને સન્માનિત કર્યા હતા. 

તેની પહેલા પોલીસે શિવસેનાનાં શાખા પ્રમુખ ગજાનન પાટિલ સહિત 6 કાર્યકર્તાઓને IPCની અલગ અલગ કલમો હેઠળ ધરપકડ કરી હતી. જો કે તમામ કલમ જામીન પાત્ર હોવાનાં કારણે તમામ આરોપીઓને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ કાર્યકર્તાઓને ઉદ્ધવએ માતોશ્રી બોલાવીને સન્માનિત કર્યા હતા. 

બીજી તરફ એનસીપી લીડર માજિદ મેમને ઉદ્ધવ ઠાકરે દ્વારા શિવસૈનિકોની મુલાકાતનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ઉદ્ધવ દ્વારા શાહી લગાવનારા શિવસેનાં નેતાઓને મળવું અને તેને વધામણી આપવાની વાત અયોગ્ય છે. તેમણે કહ્યું કે આ કાર્યકર્તાઓ પર ફરિયાદ દાખલ થયેલી છે. તેમણે કહ્યું કે ઉદ્ધવનાં આરોપી શિવસૈનિકો સાથે મુલાકાત કરીને મુખ્યમંત્રી અને પોલીસ કમિશ્નર માટે અસહજ પરિસ્થિતી પેદા કરી છે. 

You might also like