શાહરુખ સાથે કામ કરવાનો આનંદ કેમ વર્ણવું-કાજોલ

લગભગ બે દાયકા સુધી 30થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ડીડીએલજે ગર્લ કાજોલે અજય દેવગણ સાથે લગ્ન બાદ ફિલ્મ જગતને જાણે અલવિદા કહી દીધું. વચ્ચે વચ્ચે તે કેટલીક ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે દેખાઇ. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનાં 20 વર્ષ બાદ એક વાર ફરી શાહરુખખાનની સાથે રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ દિલવાલેમાં જોવા મળશે. શાહરુખ ખાને એક ઇન્ટરવ્યૂમાં પોતાની  કરિયરમાં જેટલી અભિીનેત્રી સાથે કામ કર્યું છે તેમાં કાજોલને સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી ગણાવી હતી. આ અંગે કાજોલ કહે છે કે શાહરુખની સાથે કામ કરવાનો જે આનંદ છે તેને શબ્દોમાં કેમ વર્ણવું. કોણ જાણે કેમ, પરંતુ તેની સાથે કામ કરવા દરમિયાન એક સહજતા અનુભવાય છે. અજય કાજોલને લઇને એકદમ નિશ્ચિંત છે. કાજોલ આ અંગે કહે છે કે તેણે મને ક્યારેય ક્હ્યું નથી કે ફલાણા એક્ટર સાથે કામ ન કર કે ઢીકણા સીન ન કર. ખૂબ બોલ્ડ સીન ન કરવા કે કોઇ સીન ન જ કરવા આવી વાતો તે મને ક્યારેય કહેતો નથી. આ અંગે અમારા બંને વચ્ચે એટલી સમજ તો છે જ કે અમે ઓનસ્ક્રીન કે‌મિસ્ટ્રી અને ઓફ સ્ક્રીન કેમિસ્ટ્રી વચ્ચેના ફરક સમજી શકીએ. પરદા પર જો હું કોઇને પ્રેમ કરું છું તો તેનો અર્થ એવો બિલકુલ નથી કે અસલ જિંદગીમાં પણ અમારી વચ્ચે રોમાન્સ ચાલી રહ્યો છે. અમને આ બધી વાતો અંત્યંત હાસ્યાસ્પદ લાગે છે. અજય દેવગણને પતિના રૂપમાં કાજોલ 10માંથી 10 માર્ક્સ આપવા ઇચ્છે છે. તે કહે છે, અજય મને ખૂબ સારી રીતે સમજે છે અને મારું ખૂબ ધ્યાન રાખે છે. •
 
You might also like