શાહપુર દરવાજા પાસે ફેકટરીમાં આગ લાગતાં ભારે દોડધામ  

અમદાવાદઃ શાહપુર દરવાજા પાસે આવેલી એક ફેકટરીમાં આજે વહેલી સવારે આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સાધન સામગ્રી સાથે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
આ અંગેની વિગત એવી છે કે શાહપુર દરવાજા નજીક મ્યુનિ. સ્ટાફ કવાર્ટર્સ સામે અગ્રવાલ એસ્ટેટમાં આવેલ ચંદન ઇન્ડસ્ટ્રીઝ નામની લાકડાના બોકસ બનાવતી ફેકટરીમાં આજે સવારે ૭-૦૦ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતાં આજુબાજુના રહીશોમાં ભયની લાગણી પ્રસરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બનાવની જાણ થતાં જ ફાયરફાઇટરો અને વોટર ટેન્કર સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા હતા. આગમાં ફેકટરીમાં કાચો-પાકો માલ, ફર્નિચર વગેરે બળીને ખાક થઇ ગયા હતા. આગ લાગવાનું ચોકકસ કારણ જાણવા મળ્યું નથી.
 
You might also like