શાંતિ વચ્ચે શહેરનાં મોટા ભાગનાં બજારો પુનઃ એક વખત ધમધમ્યાં

અમદાવાદઃ પાછલા બે દિવસથી શહેરના હાર્દસમા મુખ્ય બજારો સૂનકાર થઈ ગયા હતાં. પાટીદાર અનામત આંદોલનને પગલે શહેરના મુખ્ય બજારનો કારોબાર ઠપ થઇ ગયો હતો, પરંતુ ગઇ કાલે મોડી રાતથી શહેરમાં જોવાયેલી શાંતિને પગલે આજ સવારથી શહેરના મુખ્ય બજારોમાં પુનઃ ધમધમાટ જોવા મળ્યો હતો.  માણેકચોક, રિલીફરોડ, ગાંધીરોડ, કાલુપુર સહિત પશ્ચિમના સીજી રોડનાં બજારોમાં આજ સવારથી અજંપાભરી ચહલપહલ જોવા મળી હતી. આજ સવારથી મોટા ભાગનાં હોલસેલ તથા છૂટક બજારો ખૂલી ગયાં હતાં. પાછલા બે દિવસથી મુખ્ય બજારો બંધ રહેલા જોવાયા બાદ આજે સવારે ખૂલતાં ગ્રાહકોની પણ પાંખી ચહલપહલ જોવા મળી હતી. જાહેર પરિવહન સેવાઓ ચાલુ કરાતાં તેની અસર પણ બજારમાં જોવા મળી હતી. કરિયાણા બજાર, કાપડ બજાર, સોના-ચાંદી બજાર સહિત નાના વેપારીઓએ આજ સવારથી જ દુકાનો રાબેતા મુજબની શરૂ કરી દીધી હતી.
You might also like