શહેરમાં ૫૭ બાંધકામ સાઇટ, હોટલો, સ્કૂલો, ઓફિસોને નોટિસ અને દંડ

અમદાવાદઃ શહેરના નાગરિકોને આરોગ્યમય વાતાવરણ મળી રહે તે માટે મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવાના હેતુથી મ્યુનિ.હેલ્થ ખાતાએ આજે ૧૬૮ કન્સ્ટ્રક્શન સાઇટો, હોસ્પિટલો, સ્કૂલો, હોટલો, અર્ધ સરકારી કચેરીઓમાં મચ્છરના બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરતા ૫૭ એકમોને નોટિસ આપીને રૂ. ૧,૦૫,૦૦૦ દંડ વસૂલ કર્યો હતો. જેમાં મધ્યઝોનમાં ૧૦, ઉત્તરમાં ૬, દક્ષિણમાં બે, પૂર્વમાં ૧૮, પશ્ચિમમાં ૧૪, નવા પશ્ચિમ ઝોનમાં ૭ એકમોને નોટિસ આપી છે.

મચ્છરના બ્રિડિંગ અંગે નોટિસ આપીને દંડ વસૂલ કર્યા તે એકમોમાં (૧) સ્ટાર બજાર ઇસ્કોન મોલ-જોધપુર- રૂ. ૨૫૦૦૦ દંડ, (૨) દેવનંદન હાઇટ્સ-ચાંદખેડા રૂ. ૧૦૦૦૦/-, (૩) જી. જે.ઓ. ગુજરાત ટેકનો. ચાંદખેડા- રૂ. ૧૦૦૦૦/- (૪) સંજય મેન્ટેનસ સર્વિસ, શાહીબાગ, દૂધેશ્વર રૂ. ૧૦૦૦૦/-, (૫) લાકડિયા હાઉસ કન્સ્ટ્ર-પાલડી-૫૦૦૦/-, (૬) રીજિન્ટા હોટલ-જુના વાડજ- ૫૦૦૦/-, (૭) માલાણી કન્સ્ટ્રક્શન, ગિરધરનગર – ૪૦૦૦/-, (૮) ઇન્ટરસિટી સાઇટ-આંબાવાડી- રૂ. ૩૦૦૦/- (૧૦) વૈભવલક્ષ્મી કોમ્પલેક્ષ, માધુપુરા- ૧૫૦૦/-, (૧૧) કર્ણાવતી કોમર્શિયલ કોમ્પલેક્ષ, કાલુપુર – ૫૦૦૦/-, (૧૨) શીવગંગા હોટલ, ખાડિયા – ૨૦૦૦/-, (૧૩) નીલકંઠ કોમ્પ્લેક્સ, દૂધેશ્વર- ૧૦૦૦/-, (૧૪) શ્રી બનારસ હિન્દી સ્કૂલ, ઘોડાસર- ૨૫૦૦/-, (૧૫) ૪૧, વંદનાપાર્ક સોસા. બંગલો-નવા વાડજ – ૧૦૦૦/-, (૧૬) લંક રેસિડન્સી, રૂપવિલા બાંધકામ સાઇટ, વટવા – રૂ. ૧૦૦૦/-, (૧૭) ધ્રુવી ફાર્મ કોમ- નારણપુરા- ૧૦૦૦/- (૧૮) ઉષા સિનેમા, રાજપુર- ૧૦૦૦/-, (૧૯) ડબ્બાની દુકાન, શાહપુર- ૫૦૦/-, (૨૦) સાંઇ-ઓઢવ- ૮૦૦, (૨૧) આર. કે. એલીગન્સ, નિકોલ-૮૦૦/-, (૨૨) બંસી આઇ. ટ્રેકટર, સરદારનગર- રૂ. ૫૦૦/-, (૨૩) મહાલક્ષ્મી શક્તિ ભંડાર, સરદારનગર- રૂ. ૨૦૦/-, (૨૪) સાવરિયા શક્તિ ભંડાર, સરદારનગર- રૂ. ૨૦૦/-, (૨૫) જયમાતાજી શક્તિ ભંડાર, સરદારનગર- રૂ. ૨૦૦/-, (૨૬) લીલા મણી ઇન્ફ્રા., સરદારનગર- રૂ. ૮૦૦/-નો સમાવેશ થાય છે.

 

You might also like