શહાદતે પત્નીની ધરપકડ બાદ શહાદતે સરેન્ડર કર્યું

ઢાકા  : બાંગ્લાદેશના ક્રિકેટર શહાદત હુસેને સોમવારે ઢાકાની એક કોર્ટમાં સામેથી સરેન્ડર કર્યું હતું. એક દિવસ પહેલાં શહાદતની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. આ હુસેન દંપતી પર પોતાના ઘરે કામ કરનારી નાબાલિગ નોકરાણી પર જોરજુલમ કરવાનો આરોપ છે. ગયા મહિને હુસેન દંપતી પર આ મામલાને લઇ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારથી જ આ બંને લાપતા બન્યા હતા.

શહાદતના વકીલ કાઝી નજીબુલ્લાહએ કહ્યું કે દંપતીએ ઢાકાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન માટે અરજી કરી છે.રવિવારે પોલીસે શહાદતની પત્ની જેસમીન જહાંની તેમના પિતાના ઘરેથી ધરપકડ કરી હતી.

જહાંને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને હવે પોલીસ પૂછપરછ માટે તેને રિમાન્ડ પર લેવા ઇચ્છે છે. કોર્ટે જોકે પોલીસની માંગણી ફગાવી દીધી અને જહાંને જેલમાં મોકલી આપી છે. ઉલ્લેખનીય છે કે, શહાદત હુસેન બાંગ્લાદેશની નેશનલ ક્રિકેટ ટીમ વતી રમી ચૂક્યો છે. તેણે ૩૮ ટેસ્ટ અને ૫૧ વન-ડે મેચ રમી હતી.

You might also like