શશાંકની હાજરી સાથે મહિલા ક્રિકેટરોના સારા દિવસ આવ્યા

નવી દિલ્હી : મહિલા ક્રિકેટરોની લાંબા સમયથી જોવાઇ રહેલી આશાનો આજે અંત આવ્યો છે. બીસીસીઆઇના નવા નિમાયેલા વડા શશાંક મનોહરે તેમને કેન્દ્રીય રીતે કરારબદ્ધ કરવાની જાહેરાત કરી છે. પુરુષ ક્રિકેટરો માટે આ વ્યવસ્થા ૧૧ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી છે. મનોહરે કહ્યું, એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે મહિલા ક્રિકેટરોને કેન્દ્રીય રીતે કરારબદ્ધ કરવામાં આવે. અમે મહિલા ક્રિકેટ માટે કામ ચાલું રાખીશું અને મને આશા છે કે આ પગલાંથી વધુમાં વધુ છોકરીઓ આ રમત સાથે જોડાવા માટે ઉત્સાહિત બનશે.

પૂર્વ ભારતીય કપ્તાન ડાયના એડલજીએ કહ્યું કે આ નિર્ણય માટે લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી, પરંતુ બીસીસીઆઇ નાણાકીય કમિટીની મંજૂરી મળ્યા પછી તેની આશા રાખવામાં આવી હતી. એડલજીએ કહ્યું, આ સ્વાગત યોગ્ય નિર્ણય છે, પરંતુ મહિલા ક્રિકેટમાં હજુ ઘણું બધું કરવાની જરૂરિયાત છે.

 

નાણાં કમિટીની મંજૂરી મળ્યા પછી આની આશા રાખવામાં આવી હતી. પુરુષ ક્રિકેટરોની જેમ મહિલા ક્રિકેટરોમાં સુરક્ષાની ભાવના હોવી જરૂરી છે. હજુ એ જોવાનું બાકી છે કે કરારમાં તેમને કેટલી ધનરાશિ મળશે. તેણે કહ્યું, આની લાંબા સમયથી રાહ જોવાતી હતી. પાકિસ્તાન સહિત ટેસ્ટ રમનાર મોટાભાગના દેશોની ક્રિકેટરોને પહેલેથી જ કરારબદ્ધ કરવામાં આવે છે.

You might also like