શતાબ્દી વર્ષે ખાદી પર મળશે ૩૦ ટકા ડિસ્કાઉન્ટ

અમદાવાદઃ ચાલુ વર્ષે મહાત્મા ગાંધીજીના જન્મદિન તા.2 ઓક્ટોબર-2015થી ખાદી શતાબ્દી વર્ષનો પ્રારંભ થવાની સાથે ગુજરાત સરકારે હંમેશ અપાતા વળતરમાં 5%નો વધારો જાહેર કરતા ખાદીપ્રેમીઓને  ખાદીની ખરીદી સસ્તી પડશે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકારના 15-15 ટકા મુજબ કુલ-30 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ખાદી શતાબ્દી વર્ષ અંગે  ખાદી એમ્પોરિયમ ગ્રામ વિકાસ સંઘના પ્રમુખ રણજિતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ખાદીના આવિષ્કારને 100 વર્ષ થતાં 2015-16 ના વર્ષને ખાદી શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું સરકાર તરફથી નક્કી કરાયું છે. ગુજરાત રાજ્ય ખાદી બોર્ડ-ગુજરાત સરકાર તરફથી અત્યાર સુધી ગુજરાતની ખાદીની ખરીદી પર 10 ટકા વળતર અપાતું હતું તેમાં 5 ટકાનો વધારો કરી 15 ટકા વળતર આપવાની જાહેરાત કરાઈ છે. જેથી ગ્રાહકોને કુલ-30 ટકાનું વળતર મળવાપાત્ર થશે. જ્યારે અન્ય રાજ્યની ખાદી ખરીદવા પર માત્ર 15 ટકા વળતર મળશે. આગામી તા.2 ઓક્ટોબર-2015 થી ખાદી શતાબ્દી વર્ષની શરૂઆત સાથે ગ્રાહકોને સુતરાઉ, પોલીવસ્ત્ર, ખાદી સિલ્ક અને ગરમ ખાદી પર વળતર મળશે.

ગત તા.2 ઓક્ટોબર-2014 થી તા.31 માર્ચ-2015 સુધીના ખાદી પર અપાતા વળતર સમય દરમિયાન અમદાવાદમાં અંદાજે 20 થી 25  કરોડની ખાદી વેચાાઇ હતી. ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે તાજેતરમાં કાંતણ સહાય પ્રતિ આંટી જે માત્ર 30 પૈસા અપાતી હતી તે વધારીને 1.50 કરવાની જાહેરાત કરી છે. જ્યારે વણાટ સહાય પ્રતિ ચોરસ મીટર રૂ 1 હતી, જે વધારીનેરૂ  4 કરતાં કારીગરોને મળતી રોજગારીમાં 300 ટકાનો વધારો થયો છે. જેથી કારીગર-વણકરની આવકમાં પણ 300મ ટકાનો વધારો થયો છે

You might also like