શંકાસ્પદ ચાઈનીઝ ચોખાના સેમ્પલમાં કશું વાંધાજનક ન મળ્યું

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ચીની બનાવટના પ્લાસ્ટિકના ચોખાનો જથ્થો પકડાતાં મ્યુનિ. તંત્ર પણ હરકતમાં આવ્યું હતું. આ ચાઇનીઝ ચોખાનું પગેરું અમદાવાદમાંથી નીકળવાની અટકળો પણ તે સમયે તેજ બની હતી. આના પગલે સત્તાવાળાઓએ કાલુપુર ચોખાબજાર સહિતનાં સ્થળોએ દરોડા પાડીને ચોખાના બાર નમૂના લીધા હતા. આ નમૂના નવરંગપુરા  સ્થિત મ્યુનિ. લેબમાં ચકાસણી માટે મોકલાયા હતા.

મ્યુનિ. લેબની ચકાસણીમાં શંકાસ્પદ ગણાતા ચોખાના નમૂનામાં કશું વાંધાજનક મળ્યું નથી એટલે કે જે પ્રકારે ચોખામાં પ્લાસ્ટિક જેવી અખાદ્ય વસ્તુની ભેળસેળની આશંકા હતી તે ખોટી પુરવાર થઇને ખાવાલાયક પુરવાર થયા હોવાનું મ્યુનિ. હેલ્થ વિભાગ જણાવે છે.

You might also like