વ્હોટ્સએપનાં ખુબ જરૂરી પણ ઓછા જાણીતા ફીચર

અમદાવાદ : વ્હોટ્સ એપ આજકાલ દુનિયાનું સૌથી પોપ્યુલર મેસેન્જિંગ એપ છે. તમે ઓફીસમાં હો કે ઘરમાં કે પછી મુસાફરી દરમિયાન વ્હોટ્સ એપ ચેક કરવાનું નહી ભુલો. વ્હોટ્સ એપમાં શું નવા ફિચર્સ આવ્યા શઉં નવું આ બધામાં લોકોની રૂચી સૌથી વધારે રહેતી હોય છે. જો કે વ્હોટ્સ એપમાં ઘણાં એવા ફીચર છે જેનાં વિશે ઘણા લોકો અજાણ હોય છે. આજે આપણે થોડાક એવા જ ફિચર્સ અંગે જાણકારી મેળવનાર છીએ. 

1. કઇ રીતે જાણવું કે તમારો મેસેજ વંચાયો :- બ્લુ ટિક્સ થોડા જ મહિનાઓ પહેલા લોન્ચ થયેલ નવી સુવિધા છે. જેનાં દ્વારા તે વસ્તુ સિદ્ધ થાય છે કે સામેવાળી વ્યક્તિએ તે મેસેજ વાંચી લીધો. પરંતુ તેણે તે મેસેજ ક્યારે વાંચ્યો તે તમારે જાણવું હોય તો તે પણ જાણી શકાય છે. જેમ કે તમે 10.15 વાગ્યે મેસેજ મોકલ્યો પરંતુ તે મેસેજ તેણે ક્યારે વાંચ્યો તે જાણવા માટે તમારા મોકલાયેલા મેસેજ પર હોલ્ડ કરો અને ત્યાર બાદ ઇન્ફોનું ઓપ્શન આવે તેનાં પર ટેપ કરો. તેનાં પરથી તમને ખ્યાલ આવી જશે કે 10.15એ મોકલાયેલો મેસેજ સામેવાળી વ્યક્તિએ ક્યારે વાંચ્યો.

2. નવા ફોનમાં જુની ચીટચેટ :-તમે જ્યારે તમારો જુનો ફોન રિપ્લેસ કરો તે પહેલા ચેટ બેકઅપ લઇ લેવો અને જ્યારે નવા ફોનને એક્ટિવ કરી તેમાં વ્હોટ્સ એપ ઇન્સ્ટોલ કરી રહ્યા હો ત્યારે બેકઅપ ઓલ્ટ ચેનું ઓપ્શન આવે તેનાં પર ક્લિક કરવાંથી જુની ચેટ પણ રિસ્ટોર થઇ જશે. 

3. બ્રોડકાસ્ટ ફિચર :- બ્રોડકાસ્ટ ફિચરની મદદથી તમે એવું કરી શકો છો. ઘણા બધ કોન્ટેક્ટ્સને એક સાથે મેસેજ મોકલી શકો છો, તે ઉપરાંત તે મેસેજ તેવો દેખાશે જેવા બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીતમાં હોય છે. તેનાં માટે એન્ડ્રોઇડમાં જઇ મેન્યુંમાં જઇ ન્યૂબ્રોડકાસ્ટ પસંદ કરો. આઇઓએસમાં ચેટ સ્ક્રીન પર બ્રોડકાસ્ટ લિસ્ટ ટેપ કરી ન્યૂ લિસ્ટ પસંદ કરો.હવે તમને જે કોઇ પણ રિપ્લાય કરશે તે માત્ર તમને જ વાંચવા મળશે.

4. રોજીંદી ચેટિંગનું બેકઅપ :- શું તમને ખબર છે કે વ્હોટ્સ એપલ તમારા મેસેજના રોજ સવારે 4 વાગ્યે બેકઅપ લઇ લે છે. જેમાં તમારા આખા દિવસનાં તમામ કન્વર્સેસ્ન બેકઅપલ ઓટોસેવ થઇ જાય છે. જો તમે કોઇ ડિલીટ મેસેજને પાછો લાવવા માંગતા હો તો એપનો અનઇન્સ્ટોલ કરી રિઇન્સ્ટોલ કરવાથી તે ચેટ પરત મળી શકે છે. તેનાં માટે તમારે ફાઇલ મેનેજર જેવી એપની જરૂર પડશે જેમાં દરેક એપનાં સેટઅપ હોય જેથી તમને રિઇન્સ્ટોલ કરવામાં સરળતા રહે. 

5. વેબ વર્જન :- વેબ વર્જનનો ઉપયોગ કરવા માટે તમે મેન્યુમાં જઇને વ્હોટ્સએપ વેબ સિલેક્ટ કરો અને પછી પોતાનાં કોમ્પ્યુટર કે લેપટોપમાં વેબ.વ્હોટ્સએપ વેબ ખોલો. સામે સ્કિન પર આવનાર બાર કોડને સ્કેન કરો અને તે સાથે જ તમારું સંપુર્ણ વ્હોટ્સએપ કોમ્પ્યુટરમાં ખુલ્લી જશે. જો કે તમારે ફોનનું નેટ કનેક્શન ચાલું રાખવું પડશે તો જ તે વેબ સાથે કનેક્ટ રહેશે. 

6. શોર્ટકટ ક્રિએટ કરવા :- તમારે તે ચેટને ટેપ કરવાનું છે જેનું તમે શોર્ટકટ બનાવવા માંગો છો. અને પોપ અપ મેન્યૂથી એડ કન્વર્સેશન શોર્ટકટને પસંદ કરવાનું છે. હવે આ ચેટ તમારી હોમ સ્ક્રીન પર જોવા મળશે. તમારી રીતે પછી તેને ડ્રેગ કરીને એડજસ્ટ કરી શકો છો.

You might also like