વ્યાપમ કૌભાંડ : મધ્યપ્રદેશ, ઉ.પ્ર.માં ૪૦ સ્થળોએ દરોડા

ભોપાલ : વ્યાયમ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ દરોડા પાડયા છે. સીબીઆઇના અધિકારીઓ એ ઉત્ત્।રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ૪૦ સ્થળોએ દરોડા પાડયા. આ મામલે અત્યાર સુધીમાં આશરે ર૦૦ એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમાંથી ૧રર મામલે સીબીઆઇએ તપાસ શરૃ કરી દીધી છે. સીબીઆઇએ જે જગ્યાએ દરોડા પાડયા તેમાં વિદિશાના સિરૌજમાં ભૂતપૂર્વ મંત્રી લક્ષ્મીકાંત શર્માનો બંગલો પણ સામેલ છે.

પ્રારંભિક જાણકારી મુજબ પાટનગર ભોપાલ સિવાય ઇન્દોર, જબલપુર અને ઉજજૈનમાં પણ દરોડા પાડયા છે. ત્યાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. જયારે મધ્યપ્રદેશ સિવાય ઉત્ત્।રપ્રદેશના લખનઉ અને ઇલાહાબાદમાં પણ દરોડા પાડવામાં આવ્યા. વ્યાયમ કૌભાંડમાં સ્કોરર અને ફર્જી પરીક્ષાર્થીઓનું જોડાણ ઉત્તરપ્રદેશ સાથે જોડાયેલું છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદશે પર વ્યાપમની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.

હાલમાં જ વ્યાપમમામલે સંબંધિત લોકોની સતત મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારની દેશભરમાં ટીકા કરી હતી. કોંગ્રેસે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર પણ વ્યાપમ કૌંભાડમાં સામેલ હોવાનો આરોપ મુકયો હતો. ઘણા લોકોને મોતને ઘાટ ઉતારેલા મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડમાં પ્રદેશના ભૂતપૂર્વ ઉચ્ચ શિક્ષા રાજયમંત્રી લક્ષ્મીકાંત શર્મા પર પણ સીબીઆઇ શકંજામાં લઇ રહી છે. તેઓએ આ મામલે અગાઉ જ ધરપકડ કરવામાં આવી છે.

You might also like