વૈશ્વિક શેરબજારના સપોર્ટે સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટ અપ

અમદાવાદઃ આજે શરૂઆતે વૈશ્વિક શેરબજારના સપોર્ટે સ્થાનિક બજાર પણ ઊંચા ગેપથી ખૂલ્યું છે. બીએસઇ સેન્સેક્સ ૧૫૫ પોઇન્ટના સુધારે ૨૮,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૨૮,૦૩૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૩ પોઇન્ટના સુધારે ૮,૫૨૦ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો.

આજે શરૂઆતે ભારતી એરટેલ, હિંદાલ્કો, એસબીઆઇ, બજાજ ઓટો, ભેલ કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકાનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ કોલ ઇન્ડિયા અને વેદાન્તા કંપનીના શેર્સમાં નરમાઇ નોંધાઇ હતી.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીના શેર્સમાં મજબૂત સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ બેન્ક અને બેન્ક નિફ્ટીમાં સાધારણ નરમાઇ તરફી ચાલ જોવાઇ હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ સુધારા તરફી ચાલ નોંધાઇ હતી. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫ ટકા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો સુધારો જોવાયો હતો. કાવેરી સીડ્સ, એસ્સાર પોર્ટ્સ, મન્નાપુરમ્ ફાઇનાન્સ કંપનીના શેરમાં ચાર ટકાનો સુધારો નોંધાયો હતો.

આ શેર્સ સુધર્યા

ઈન્ફોસિસ૨.૧૧ ટકા

ટાટા સ્ટીલ૧.૮૫ ટકા

હિંદાલ્કો૧.૪૯ ટકા

વેદાન્તા૧.૮૧ ટકા

ટીસીએસ૧.૩૧ ટકા

આ શેર્સ સુધર્યા

સિપ્લા ૧.૯૭ ટકા

ગેઈલ૧.૬૪ ટકા

ટાટા મોટર્સ૦.૮૦ ટકા

કોલ ઈન્ડિયા૦.૩૭ ટકા

એસબીઆઈ૦.૨૦ ટકા

You might also like