વૈશ્વિક ક્રૂડ છ વર્ષના તળિયેઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થશે

અમદાવાદઃ ચીનની ઇકોનોમી નબળી પડી રહી છે. ચીન દુનિયાનો સૌથી વધુ ક્રૂડ તેલનો વપરાશકર્તા દેશ છે. ચીન દ્વારા ક્રૂડની માગ ઘટવાની આશંકાએ વૈશ્વિક ક્રૂડના બજારમાં પણ ઘટાડો નોંધાઇ ક્રૂડના ભાવ છ વર્ષના તળિયે પહોંચી ગયા છે. ચીનના ચલણ યુઆનના અવમૂલ્યનની અસરે પણ વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો નોંધાયો છે, જેના કારણે નાયમેક્સ ક્રૂડના ભાવ ૦.૨૫ ટકા ઘટીને ૪૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ આવી ગયા છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પણ ૫૦ ડોલરની નીચે આવી ગયો છે.વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોવાયેલા ઘટાડાની અસરે સ્થાનિક બજારમાં પણ આગામી વધુ ઘટાડો જોવાઇ શકે છે. સરકારી ઓઇલ કંપનીઓ શુક્રવાર મધરાતથી ભાવઘટાડા સંબંધી નિર્ણય લઇ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે પેટ્રોલ અને ડીઝલમાં ૧ એપ્રિલથી ચાર રૂપિયા સુધીનો પ્રતિલિટરે ઘટાડો કર્યા બાદ આગામી દિવસોમાં વધુ એકથી ૧.૫૦ રૂપિયાનો પ્રતિલિટરે વધુ ઘટાડો જોવાઇ શકે છે.
You might also like