વૈશ્વિક ક્રૂડના ભાવ મજબૂત

અમદાવાદઃ વૈશ્વિક ક્રૂડના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. નાયમેક્સ ક્રૂડના ભાવે ૪૨ ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી દીધી છે, જ્યારે બ્રેન્ડ ક્રૂડે ૪૭ ડોલર પ્રતિ બેરલની સપાટી પાર કરી છે. પાછલાં આઠ સપ્તાહથી વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોવા મળેલા જોરદાર ઘટાડા બાદ અમેરિકી ઇકોનોમીમાં સકારાત્મક ડેટાએ વૈશ્વિક ક્રૂડના ભાવમાં સુધારો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે બીજા ત્રિમાસિક સમયગાળામાં અમેરિકાનો વિકાસ દર ૩.૭ ટકા રહ્યો છે, જ્યારે આ અગાઉ અમેરિકાના વિકાસ દર માટે ૨.૩ ટકા જ રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતું. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ઇકોનોમીના સકારાત્મક ડેટાને લઇને ક્રૂડનો વપરાશ વધવાની મજબૂત શક્યતાઓ પાછળ ટૂંકા સમયગાળામાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં ૧૦ ટકા સુધીનો ઉછાળો નોંધવામાં આવ્યો હતો.
You might also like