વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલની મદદથી 'મિની હાર્ટ' બનાવ્યું

વોશિંગ્ટનઃ  વૈજ્ઞાનિક સ્ટેમ સેલ ધબકતું એક મિની હૃદય તૈયાર કર્યું છે. આ મિની હાર્ટથી ગર્ભાવસ્થા દરમિયાન સુરક્ષિત દવાઓની પસંદગીમાં મદદ મળશે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના બર્કલે સ્થિત સંશોધકોએ ગ્લેડ સ્ટોન ઈન્સ્ટિટયૂટના વૈજ્ઞાનિકો સાથે મળીને સ્ટેમ સેલથી હૃદયના ધબકારાના તંત્રનું સેમ્પલ તૈયાર કર્યું છે.

આ હૃદય શરૂઆતમાં એક વિકાસના મોડલ તરીકે કામ કરશે અને ગર્ભધારણને વધુ સુરક્ષિત બનાવવાના એક સાધન તરીકે પણ કામ કરશે. ‘નેચર કોમ્યુનિકેશન’ પ્રસિદ્ધ થયેલા સંશોધન અહેવાલ અનુસાર સંશોધકોએ બાયોકેમિકલ અને બાયો ફિઝિક્સ ટેકનિકના સહારે આ મિની હાર્ટ બનાવ્યું છે. યુસી બર્કલેના બાયો એન્જિનિયરિંગ વિષયના પ્રોફેસર કેવિન હિલીએ જણાવ્યું છે કે અમને વિશ્વાસ છે કે વિટ્રોમાં મનુષ્યના હૃદયના વિકાસની પ્રક્રિયા સાથે સંકળાયેલ આ એક પ્રથમ મોડલ છે.

You might also like