વેટ ડિપાર્ટમેન્ટે સિગારેટના ડીલરોનાં રિફંડ અટકાવ્યાં

અમદાવાદઃ વેટ ડિપાર્ટમેન્ટે સિગારેટ ડીલરોના રિફંડ અટકાવી દીધાં છે તથા આ ડીલરો દ્વારા જે રિફંડ ક્લેમ કરવામાં આવ્યા છે તેની પણ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ડિપાર્ટમેન્ટના જાણકારોના જણાવ્યા પ્રમાણે સિગારેટના ડીલરો દ્વારા મોટા પ્રમાણમાં બોગસ રિફંડ મૂકવામાં આવ્યાં હોવાનું બહાર આવતાં ડિપાર્ટમેન્ટ દ્વારા આ ડીલરો સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સિગારેટના ડીલરો દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલિંગ દ્વારા મોટા પ્રમાણમાં રિફંડ લેવામાં આવતું હોવાની માહિતી બહાર આવી છે.આમાં આ ડીલરો લોકલ પરચેઝનું બિલ દર્શાવી ગુજરાત બહાર માલ વેચે છે અને જે ટેક્સ ભર્યો હોય તેનું રિફંડ લે છે તથા કરોડો રૂપિયાનું ડિપાર્ટમેન્ટ પાસેથી રિફંડ લઇ ડિપાર્ટમેન્ટને આર્થિક નુકસાન પહોંચાડતા હોવાની વિગતો બહાર આવતાં આવા ડીલરો સામે ડિપાર્ટમેન્ટે કાર્યવાહી હાથ ધરી છે.
You might also like