વિસ્ફોટથી ફરી એકવાર ધણધણ્યું તુર્કી : 30નાં મોત

અંકારા : તુર્કીની રાજધાની અંકારમાં આતંકવાદીઓએ બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. જેમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જ્યારે 126થી વધારે લોકો ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ વાતની પૃષ્ટિ તુર્કી સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે આ વિસ્ફોટક એટલા ઘાતક હતા કે આસપાસની ઇમારતોનાં કાચ ફુટી ગયા હતા. આ વિસ્ફોટ પીસ રેલી દરમિયાન થયું હતું. હાલ કોઇ આતંકવાદી સંગઠન તેની જવાબદારી નથી લઇ રહ્યા. 

એક વિસ્ફોટ રેલ્વે સ્ટેશન પાસે થયો હતો. તેનો અર્થ સ્પષ્ટ છે કે આ વિસ્ફોટનાં કારણે વધારેમાં વધારે લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ હતો. અંકારામાં આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે તુર્કીએ આતંકવાદી સંગઠન આઇએસઆઇએશ વિરુદ્ધ પોતાનું વલણ બદલી લીધું હતું. તુર્કીએ અમેરિકાને આ સંગઠનની વિરુદ્ધ હૂમલા કરવા માટે પોતાનાં એરબેઝનો ઉપયોગ કરવા માટેની પણ પરવાનગી આપી હતી. 

You might also like