Categories: News

વિસનગરના બસ સ્ટેન્ડમાંથી જવેલર્સના ગુમાસ્તાનું અપહરણ : ૮.૫૦ લાખની લૂંટ

મહેસાણા : વિસનગર શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો સ્વાંગ રચીને ચાર અજાણ્યા ઈસમોએ એસટી સ્ટેન્ડમાંથી જવેલર્સના એક ગુમાલ્તાને ઉઠાળી જઈ તેની પાસેથી રૃ. સાડા આઠ લાખની કિંમતની ચાંદીનો જથ્થો લૂંટી પલાયન થઈ જતાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી. આ ચકચારી ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગહતો અનુસાર, વિસનગર શહેરમાં આવેલ એક જવેલર્સની પેઢીના માલિક વિષ્ણુભાઈ નારાણભાઈ પટેલે આજે નિત્યક્રમ મુજબ પોતાની પેઢીમાં નોકરી કરતાં કર્મચારી બાબુભાઈ અંબાલાલ પ્રજાપતિને રૃ. ૮૬૫૦૦૦ની કિંમતની ૨૫ કિલોગ્રામ ચાંદીના ૫૦ ચોરસાનો જથ્થો આપ્યો હતો.

આ ચાંદીનો જથ્થો એક થેલામાં ભરીને બાબુભાઈ વિસનગરથી પાલનપુર ડિલિવરી આપવા માટે જવા વિસનગરના બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતાં તે વખતે બસ સ્ટેન્ડમાં પાલનપુરની બસ આવતાં તે બસમાં ચઢવા જતાં હતા ત્યારે પાછળથી ૩૫ થી ૪૦ વર્ષની વય ધરાવતા ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતાં અને બાબુભાઈને પકડી નીચે ઉતાર્યો સહતો. અને કહ્યું હતું કે, અમે ક્રાઈમ બ્રાન્ચના માણસો છીએ. અને આ થેલામાં શું છે.

જેથી બાબુ પ્રજાપતિએ તેમની પાસે ઓળખકાર્ડ માંગતા અજાણ્યા ઈસમોએ તેમનું પણ બતાવ્યું હતું. ત્યારબાદ તેમણે બાબુ પ્રજાપતિને મોટર સાઈકલ ઉપર બેસાડી વિસનગર શહેરમાં આવેલ રેલ્વે ફાટકની પાસેની સુરક્ષા સોસાયટી આગળ લઈ ગયા હતા અને અહીં તેની પાસેનો ચાંદીનો જથ્થો લાવ તેનું કહીને ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પોલીસ ચોકીએ આવેલા ચારેય બાઈક સવારો ત્યાંથી જતા રહ્યા હતા. જયારે બાબુ પ્રજાપતિ રિક્ષામાં બેસીને કાંસા ચોકડીએ પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, પાટીદાર આંદોલનમાં અહીંની કાંસા ચોકડી પોલીસ ચોકડીને સળગાવી દેવાયા પછી હજુ સુધી શરૃ તઈ નથી.

ત્યારે આ બળેલી ચોકી જોઈ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાના અહેસાસ સાથે એમએન જવેલર્સના ગુમાસ્તા બાબુ પ્રજાપતિ બેબાકળાં બની ગયા હતાં અને તેમણે પોતાના શેઠને જાણ કર્યા બાદ વિસનગર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

admin

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

6 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

6 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

6 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

7 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

7 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

7 hours ago