વિશ્વના સૌથી ટૂંકા પુરુષના મૃતદેહનું બોક્સ ખોળામાં સમાઈ ગયું  

ન્યૂયોર્કઃ માત્ર ૨૧.૫ ઇંચનું કદ ધરાવતા વિશ્વના સૌથી ટૂંકા પુરુષ ચંદ્રબહાદુર ડાંગીનું ગયા મહિને ૭૫ વર્ષની વયે અમેરિકામાં નિધન થયું હતું. મૂળ કાઠમંડુના ચંદ્રબહાદુર ડાંગીના પાર્થિવ શરીરને ગઈ કાલે બાય અેર કાઠમંડુ લાવવામાં અાવ્યું હતું. ચંદ્રબહાદુરના અત્યંત નાના કદને કારણે તેમને વર્લ્ડવાઈડ પ્રસિદ્ધિ મળી હતી. અેર-ટ્રાવેલ દરમિયાન તેમના દેહને એક નાનકડા બોક્સમાં મૂકવામાં અાવ્યો હતો અને ઉપર લખ્યું હતું ‘હેન્ડલ વિથ અેક્સ્ટ્રીમ કેર’. સામાન્ય રીતે પાર્થિવ શરીરને શબવાહિનીમાં મૂકીને ચાર-પાંચ માણસો દ્વારા હેરફેર કરવામાં અાવતી હોય છે, પણ સૌથી ટૂંકા પુરુષના શબનું બોક્સ તેના ભત્રીજાઅે ગોદમાં ઉઠાવી લીધું હતું.

You might also like