વિશાલા પરિસરમાં ઊજવાયો વિશ્વ રંગભૂમિ દિવસ

સમગ્ર વિશ્વમાં ૨૯ માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં નાટક લખાયેલું ત્યારબાદ ૧૮૫૧માં નર્મદે બુદ્ધિવર્ધક નામની સંસ્થા શરૂ કરી હતી. આ સમયે ગુજરાતી રંગભૂમિનો ઉદ્દભવ થયો હોવાનું કહેવાય છે. આ કાર્યક્રમમાં ગુજરાતી રંગભૂમિના કુલ ‘૩૫’ નાટક સમ્રાટો અને ૨ યુવા કલાકારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ વિશ્વ રંગભૂમિ દિવસના દિવસે જ વિશાલાનો પણ જન્મદિવસ હોવાથી વિશાલા ખાતે તેની ઉજવણી કરાઈ હતી, તેમાં ગત વર્ષની સરખામણીએઆ વર્ષે ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલ ૩૩ કલાકારો સાથે બે યુવા કલાકારોને પણ સન્મા‌નિત કરવામાં આવ્યા હતા.

You might also like