વિવાદિત રાધેમા હવે બિગ બોસ સિઝન-9માં જોવા મળશે

મુંબઈઃ વિવાદોનાં વમળમાં ફસાયેલાં રાધેમા હવે અાગામી બિગ બોસ સિઝન-૯માં અાવી શકે છે. રિયાલિટી શો બિગ બોસ સિઝન ૯ના નિર્માતાઓએ રાધેમાનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે. 

એક અગ્રણી ન્યૂઝ વેબસાઈટના અહેવાલ અનુસાર બિગ બોસ શોના નિર્માતાઓએ સિઝન ૯ માટેના સ્પર્ધકોની અાખરી પસંદગી શરૂ કરી દીધી છે અને અા સંદર્ભમાં રાધેમાની મુલાકાત કરવામાં અાવી હોવાનું જાણવા મળ્યું છે. જો બધુ સમુસૂતરું પાર પડશે તો રાધેમા બિગ બોસના ઘરમાં જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી રાધેમાનો મિની સ્કર્ટમાં ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે ત્યારથી તે વિવાદમાં ઘેરાયાં છે. અા ઉપરાંત તેમની સામે દહેજ ઉત્પીડનનો કેસ પણ દાખલ થયો છે. 

તાજેતરમાં ટીવી અભિનેત્રી અને બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક ડોલી બિન્દ્રાએ રાધેમા પણ યૌનશોષણનો પણ અારોપ મૂક્યો છે. અા સનસનીખેજ ખુલાસા બાદ ડોલી બિન્દ્રાને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ મળી રહી છે. એટલું જ નહીં રાધેમા પર નગ્ન સત્સંગ યોજવાનો પણ અારોપ લાગી ચૂક્યો છે. એટલું જ નહીં રાધેમા સેક્સ પાર્ટી યોજવાની પણ શોખીન હતાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.

You might also like