વિપક્ષ ગરીબીનો રાગ આલાપવાનું બંધ કરે : મોદી

વારાણસી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાનાં સંસદીય વિસ્તાર વારાણસીમાં ગરીબોનાં મુદ્દે વિપક્ષી પાર્ટીઓની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કોંગ્રેસ અથવા અન્ય કોઇ દળનું નામ લીધા વગર જ કટાક્ષ કર્યો કે આઝાદી બાદથી જ ગરીબી હટાવોનાં નારો આપવા છતા ગરીબી હટી નહી. શિક્ષણ જ ગરીબીને ખતમ કરવાનો સૌથી સચોટ રસ્તો છે. મોદી તે અગાઉ કેન્ટ વિસ્તારનાં મલ્ટીપરપજ ગ્રાઉન્ટ પર 101 ઇ રિક્શા અને 301 પેડલ રિક્ષાની વહેંચણી કરી હતી. 

આ પ્રસંગે મોદીએ કહ્યું કે સંતાનને શિક્ષણ આપીને ગરીબી સામે જંગ જીતી શકાય છે. ગરીબોનાં બાળકોને ભણાવવાની દિશામાં કોઇ સમજુતી નથી કરવા માંગતા. તેનાં માટે જો કાંઇ પણ કપાત કરવી પડે તો તૈયાર રહેવું જોઇએ. ગરીબીની જિંદગીમાં જે પ્રકારે ફેરફાર આવવો જોઇતો હતો તે આવ્યો નથી. તેનાં માટે કોઇ દળ કે સરકારને દોષ આપવા નથી માંગતા પરંતુ નવેસરથી ગરીબોનાં વ્યવસાય માટેનાં કામ પર ફોકસ કરવા માંગે છે. ગરીબ મહેનત કરીને ગરીબોને બહાર કાઢવા માંગે છે. પોતાનાં બાળકોનું સન્માનનું જીવન આપવા માંગે છે. 

વડાપ્રધાન બન્યા બાદ પોતાનાં સંસદીય વિસ્તારમાં ગયેલા મોદી ડીજલ રેન્ક કારખાના મેદાન પર આયોજીત સમારંભમાં ઘણી કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું હતું. મોદી તે અગાઉ 25 ડિસેમ્બરે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત પણ લીધી હતી. આ દરમિયાન તેઓ ટ્રોના સેન્ટરનું ઉદ્ધાટન પણ કરશે. 

You might also like