વિદ્યાર્થીની આત્મહત્યાનું રહસ્ય હજુ અકબંધ

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ કોન્ટોન્મેન્ટની અમૃત શાળામાં અભ્યાસ કરતા રજનીશ નામના યુવકે ગઈ કાલે શાળામાં આત્મહત્યા કરી લીધી હતી. શાહીબાગ પોલીસે ગઈ કાલે તેના પિતાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ રજનીશને કોઈ તકલીફ નહોતી અને ભ‍ણવામાં પણ હોશિયાર હતાે. પોલીસને રજનીશે શા માટે આત્મહત્યા કરી તેની કોઈ કડી મળતી નથી.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાપુનગરના ખોડિયારનગર ખાતેની ભૂમિપાર્ક સોસાયટીમાં રહેતા જનકભાઈના પુત્ર રજનીશ નકુમે (ઉંં.વ. ૧૬) સવારે અમૃત સ્કૂલમાં રિસેસ દરમિયાન ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. શાહીબાગ પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી. 

પોલીસે ગઈ કાલે તેના પિતા જનકભાઈનું નિવેદન લીધું હતું, જેમાં તેના પિતાએ જણાવ્યું હતું કે તેને કોઈ તકલીફ નહોતી, બધી રીતે સારું હતું. પોલીસે શિક્ષકની પણ પૂછપરછ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે તે ભણવામાં હોશિયાર હતો. તેની કોઈ ફરિયાદ આવતી નહોતી. પોલીસ હજુ સુધી તેની આત્મહત્યાના કારણ અંગેની કડી શોધી શકી નથી. પોલીસ ટૂંક સમયમાં તેના નિકટના મિત્રો, શિક્ષકો અને પરિવારજનોનાં નિવેદન લેશે.

You might also like