વિદેશી વિદ્યાર્થીઓની ફર્સ્ટ ચોઇસ આયરલેન્ડ

આયરલેન્ડ ને યૂરોપીયન સંસ્કૃતિનું આધાર સ્તંભ માનવામાં આવે છે.  આયરલેન્ડને એની પ્રોગ્રેસિવ શિક્ષણ પ્રણાલી માટે વખાણવામાં આવે છે. સદીયો પહેલાથી આ દેશમાં વિદેશી વિદ્યાર્થીઓની ઉપસ્થિતી જોવા મળે છે. આયરલેન્ડની કોલેજોમાં વિદ્યાર્થીઓ વચ્ચે મધ્ય પ્રતિસ્પર્ધાત્મક માહોલ સ્પષ્ટ પણે જોઇ શકાય છે. સખ્ખત મહેનત કરી વિદ્યાર્થીઓએ પોતાની જાતને એકેડેમિક સ્પર્ધામાં જાળવી રાખવો પડે છે. 

વિશ્વના મોટાભાગના દેશોમાં આજે શંસોધનો ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે આયરલેન્ડ પણ આ વૈશ્વિક વિચારધારાથી બાકાત નથી. આયરલેન્ડમાં શંસોધનોને ખૂબ સારી રીતે પ્રોત્સાહીત કરવામાં આવે છે. અહીં એ વાતની પૂરે પૂરી કાળજી રાખવામાં આવે છે કે શોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઇ જાતની સમસ્યા ન નડે. આયરલેન્ડમાં શોધકાર્ય કરીને પાસ આઉટ થએલા વિદ્યાર્થીઓ દુનિયામાં વિવિધ ક્ષેત્રે ટોચના મુકામે પહોંચ્યા છે.

આ બાબતોને કારણે આયરલેન્ડ છે હોટ ફેવરીટ

– દરેક ક્ષેત્રમાં અભ્યાસ ક્રમમાં સંખ્યાબંધ વિકલ્પો આપવામાં આવે છે, વિદ્યાર્થી પોતાને ગમતા વિષયોની પસંદગી સરળતાથી કરી શકે છે. 

– લિટરેચરના વિદ્યાર્થીઓ માટે આયરલેન્ડ સ્વર્ગ  છે. સાહિત્ય સાથે આયરલેન્ડ વચ્ચે ખૂબ જૂનો અને ઊંડો સંબંધ છે. અહીંના સાહિત્યકારોએ વિશ્વ સાહિત્ય પર પોતાની છાપ છોડી છે.

– આયરલેન્ડની શિક્ષણ સંસ્થાઓમાં આધુનિ ટેક્નોલોજી અને પ્રાચીન પરંપરાઓનું સમન્વય જોવા મળે છે. અહીં એક બાજુ આધુનિક ટેક્નોલોજીને ઝડપથી અમલમાં મુકી દેવાય છે તો બીજી બાજુ પોતાની પ્રાચિન પરંપરાઓને પણ સહજ પણે ડાજવી રાખવામાં આવે છે.

– આયરલેન્ડમાં સરકારી વિશ્વવિદ્યાલયો ઉપરાંત મોટી સંખ્યામાં પ્રાઇવેટ કોલેજો અને ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ હયાત છે. 

– ઇસ 1592માં સ્થપાયેલી ડબલિની ટ્રિનિટી કોલેજ આયરલેન્ડની સૌથી પ્રાચિન યુનિવર્સિટી છે. 

આયરલેન્ડની પ્રમુખ યુનિવર્સિટીઓ

– ટ્રિનિટી કોલેજ, ડબલિન

– નેશનલ યૂનિવર્સિટી ઓફ આયરલેન્ડ યૂનિવર્સિટી ઓફ લિમરિક

– લિમરિક ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી

– સેન્ટ પૈટ્રિક્સ કોલેજ ઓફ એજ્યૂકેશન

 

You might also like