વિદેશી બેન્કમાં રમણસિંહના પુત્રનું એકાઉન્ટઃ પ્રશાંત ભૂષણ  

રાયપુરઃ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને જાણીતા એડ્વોકેટ પ્રશાંત ભૂષણે છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહના પુત્ર પર વિદેશી બેન્કમાં એકાઉન્ટ ધરાવવાનો આક્ષેપ કર્યો છે. પ્રશાંત ભૂષણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે રમણસિંહના પુત્ર અભિષેકસિંહ વિદેશી બેન્કોમાં એકાઉન્ટ ધરાવે છે. પ્રશાંત ભૂષણે ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઈસીઆઈજે)ને ટાંકીને ટ્વિટ કર્યું છે કે અભિષેક નામની એક વ્યક્તિનું વિદેશમાં એકાઉન્ટ છે અને એકાઉન્ટ હોલ્ડરનું સરનામું છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહના સરનામા સાથે મેચ થાય છે. જોકે ભાજપ સાંસદે પ્રશાંત ભૂષણના આ આક્ષેપને ફગાવી દીધો છે. અભિષેકસિંહે પણ ટ્વિટ કરીને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે કે તેનું કોઈ ફોરેન એકાઉન્ટ નથી. તેમની ઈન્કમ અને પ્રોપર્ટી પણ લીગલ છે. પ્રશાંત ભૂષણે વધુ એક ટ્વિટ કરીને સવાલ પૂછ્યો છે કે જો આ એકાઉન્ટ અભિષેકસિંહનું નથી તો એ વ્યક્તિ કોણ છે, જેના એકાઉન્ટમાં તેના પિતાનું એડ્રેસ જોવા મળી રહ્યું છે? શું વડા પ્રધાન મોદી આ બાબતમાં તપાસ કરશે? 
You might also like