વિદેશમાં P.Gના અભ્યાસ માટે કે. સી. મહિન્દ્રા સ્કોલરશિપ

અમદાવાદઃ વિદેશમાં કોઈ પણ વિદ્યાશાખામાં પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ કરવા માગતા વિદ્યાર્થીઓને વર્ષ 1956થી કે. સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે વગર વ્યાજની લોન સ્કોલરશ‌િપ આપવામાં આવે છે. વર્ષ 2015 માટે ટ્રસ્ટના ઉપક્રમે 50 સ્કોલરશ‌િપ જાહેર કરવામાં આવી છે, જેનો લાયક ઉમેદવારો લાભ લઈ શકશે.વર્ષ 2015 માટે જાહેર કરાયેલી 50 સ્કોલરશ‌િપમાં ટોપ થ્રી મહિન્દ્રા ફેલોને વ્યક્તિદીઠ વધુમાં વધુ રૂ. 8 લાખની સ્કોલરશ‌િપ તથા અન્ય સફળ અરજીકર્તાઓને વ્યક્તિદીઠ વધુમાં વધુ રૂ. 2 લાખ સુધીની સ્કોલરશ‌િપ અપાશે.કોઈ પણ માન્ય ગણાતી ભારતીય યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ક્લાસ ડિગ્રી અથવા તેને સમકક્ષ ડિપ્લોમા મેળવનાર અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી જે 30 જૂન, 2015 પહેલાં ક્મ્પ્લીશન સર્ટ‌િફિકેટ  આપવા સક્ષમ હોય એવા ઉમેદવારો કે જેમણે અરજી કરી હોય અથવા જાણીતી વિદેશી યુનિવર્સિટી તરફથી કોઈ અભ્યાસક્રમ માટે ઓગસ્ટ 2015થી એક્સેપ્ટન્સ મેળવી લીધું હોય તેવા ઉમેદવારો આ સ્કોલરશ‌િપ માટે અરજી કરી શકે છે. આ એક્સેપ્ટન્સ ફેબ્રુઆરી-2016થી મોડું ન હોવું જોઈએ. ઉપરાંત ઉમેદવાર ભારતીય નાગરિકત્વ ધરાવતો હોવો જોઈએ.અરજી કરવા ઈચ્છુકોને કે. સી. મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટ, સીસીલ કોર્ટ, ત્રીજા માળે, રિગલ સિનેમા પાસે, મહાકવિ ભૂષણ માર્ગ, મુંબઈ- 400001 ખાતેથી અરજીપત્રક મળી શકશે અથવા www.kcmet.org/what-we-do-Scholarship-Grants.aspx પર લોગ-ઈન કરવું. જરૂરી દસ્તાવેજો સાથેનાં અરજીફોર્મ ટ્રસ્ટની ઓફિસ ખાતે તા. 31 માર્ચ, 2015 પહેલાં પહોંચાડી દેવા. પસંદ કરાયેલા ઉમેદવારોનો ફાઈનલ ઈન્ટરવ્યૂ જુલાઈ, 2015માં લેવાશે. વધુ માહિતી માટે www.kcmet.org પર લોગ ઈન કરો. 

You might also like