વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર-૧ અને ૩ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

728_90
અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-૧ (ધો.૧૧) અને સેમેસ્ટર-૩ (ધો.૧ર)ની પરીક્ષાનું સમય જાહેર કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-૧ અને ૩ની પરીક્ષાઓ બીજી નવેમ્બરથી શરૂ થશે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહના સેમેસ્ટર-૧ અને ૩ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ કાર્યક્રમ મુજબ આ પરીક્ષાઓ બીજી નવેમ્બરે શરૃ થશે અને નવમી નવેમ્બરે પૂરી થશે. જેના અંતર્ગત સેમેસ્ટર-૩ની પરીક્ષા સવારે ૧૦-૩૦થી ૧-૦૦ સુધી અને સેમેસ્ટર-૧ની પરીક્ષા બપોરે ૩-૦૦થી પ-૩૦ દરમિયાન લેવામાં આવશે. જેના અંતર્ગત સેમેસ્ટર-૩ની પરીક્ષામાં તા. બીજી નવેમ્બરે ગણિત, ત્રીજી નવેમ્બરે અંગ્રેજી (પ્રથમ અને દ્વિતિય ભાષા), ચોથી નવેમ્બરે ગુજરાતી, હિન્દી (બંને પ્રથમ અને દ્વિતિય ભાષા), મરાઠી, ઉર્ર્દૂ, સિંધી, તામીલ (તમામ પ્રથમ ભાષા) તેમજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત ભાષા તેમજ કમ્પ્યૂટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક), પાંચમી નવેમ્બરે જીવ વિજ્ઞાન, સાતમી નવેમ્બરે રસાયણ વિજ્ઞાન અને નવમી નવેમ્બરે ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે. 
જ્યારે સેમેસ્ટર-૧ની પરીક્ષામાં તા. બીજી નવેમ્બરે જીવ વિજ્ઞાન, ત્રીજી નવેમ્બરે અંગ્રેજી (પ્રથમ અને દ્વિતિય ભાષા), ચોથી નવેમ્બરે ગુજરાતી, હિન્દી (બંને પ્રથમ અને દ્વિતિય ભાષા), મરાઠી, ઉર્ર્દૂ, સિંધી, તામીલ (તમામ પ્રથમ ભાષા) તેમજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત ભાષા તેમજ કમ્પ્યૂટર એજ્યુકેશન (સૈદ્ધાંતિક), પાંચમી નવેમ્બરે ગણિત, સાતમી નવેમ્બરે ભૌતિક વિજ્ઞાન અને નવમી નવેમ્બરે રસાયણ વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવશે.
 
You might also like
728_90