વિખ્યાત મ્યુઝીક ડાયરેક્ટર રવિન્દ્ર જૈનનું નિધન 

મુંબઇ : વરિષ્ઠ મ્યુઝીક ડાયરેક્ટર રવિન્દ્ર જૈનનું આજે નીધન થયુ હતું. તેઓ ઘણા લાંબા સમયથી મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. 71 વર્ષીય રવિન્દ્ર જૈન કિડનીની સમસ્યાથી પીડાતા હતા. તેઓને યુરિનલ ઇન્ફેશનની સમસ્યા હતી. જો કે થોડા દિવસોથી તેમની લથડતી તબિયત જોતા તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તબિયત કથળ્યા બાદ તેઓને નાગપુરી વોકાર્ડ હોસ્પિટલમાંથી મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા સવારે 8.30 વાગ્યે મુંબઇ લાવવામાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ તેમની સારવાર કરી રહેલા ડોક્ટરનું કહેવું હતું તેમની તબિયત સુધારા પર છે. પરંતુ આજે તેમનું નિધન થઇ ગયું હતું. 

ઉલ્લેખનીય છે કે રવિવારે રવિન્દ્ર એક કોન્સર્ટમાં ભાગ લેવા માટે ગયા હતા. પરંતુ લો બ્લડ પ્રેશનનાં કારણે તેઓ આ કાર્યક્રમમાં ભાલ લઇ શક્યા નહોતા. તેમનું બીપી 90/60 સુધી ઘટી ગયું હતું. ત્યાર બાદ તેમને સૌથી પહેલા પ્લૈટીનાં હાર્ટ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિસ્થિતી વધારે બગડતા તેમને વોકાર્ડ અને ત્યાર બાદ લીલાવતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

ડોક્ટરે જણાવ્યું કે તેમની હાલત ખુબ જ નાજુક છે. તેમનાં પરિવારનાં સભ્યો, પત્તી દીયા અને ભાઇ મનિંદ્રા પણ તેમની પાસે નાગપુર પહોંચી ગઇ હતી.તેઓએ જ રવિન્દ્રને મુંબઇ લઇ જવાની જિદ કરી હતી. મંગળવારે રવિન્દ્રનાં જમાઇ સંજય જૈન પણ તેમને મળવા માટે વોકાર્ડ હોસ્પિટલ આવ્યા હતા. આમ તો રવિન્દ્ર જૈનની ઘણા લાંબા સમયથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી જ રહી હતી.

You might also like