વાસણાની જી. બી. શાહ કોલેજના બાંધકામનો વિવાદ કોર્ટમાં પહોંચ્યો

અમદાવાદ: અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જી.બી.શાહ કોલેજના ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ વિરુદ્ધમાં ચાલી રહેલા બાંધકામ ઉપર રોક લગાવવા માટેની માગ કરવામાં આવી છે. સિટી સિવિલ કોર્ટે ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ સહિત પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે જેની વધુ સુનવણી આવતી કાલે હાથ ધરાશે. 

ઉલ્લેખનીય છેકે વાસણામાં આવેલી જી.બી.શાહ કોલેજની પાસે કોલેજનું નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી ઉપર રોક લગાવવા માટે બકુલાબહેન વેલજીભાઇ ચાવડાએ તેમના વકીલ પી.કે.સોની દ્વારા સિટી સિવિલ કોર્ટમાં  દાવો દાખલ કર્યો છે.  દાવામાં કરેલા આક્ષેપ પ્રમાણે કેળવણી ટ્રસ્ટ દ્વારા સંચાલિત જી.બી.શાહ કોલેજના ટ્રસ્ટી પ્રફુલ્લભાઇ શાહ તથા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રભુદાસ પટેલ દ્રારા કોલેજની આજુ બાજુમાં આવેલી જમીન ઉપર ગેરકાયેદ રીતે દબાણ કરીને બાંધકામ કરવાના પ્રયાસ થઇ રહેલા છે. તેમજ જમીનનું ખોદકામ કરીને બારોબાર રેતીનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. કાયદો હાથમાં લઇને આ કોલેજના સંચાલકો દ્વારા ખોટી રીતે ધૂસણખોરી કરવાની કોશિશ થઇ રહી છે.

જેના કારણે બકુલાબહેને બાંધકામ ઉપર રોક લગાવવા માટે  સિટી સિવિલ કોર્ટમાં ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલ વિરુદ્ધમાં દાવો દાખલ કર્યો છે. જેમાં કોર્ટે કેળવણી ટ્રસ્ટના ટ્રસ્ટી તથા પ્રિન્સિપાલને નોટિસ ઇસ્યુ કરી છે જેની વધુ સુનવણી આવતી કાલે હાથ ધરાશે. 

You might also like