વાવરિંકા આઠમી વાર ચેન્નઈ ઓપનમાં રમશે  

ચેન્નઈઃ બે વાર ગ્રાન્ડ સ્લેમ વિજેતા વાવરિંકા આઠમી વાર એરસેલ ચેન્નઈ ઓપનમાં રમશે, જે તા. ૪થી ૧૦ જાન્યુઆરી દરમિયાન રમાશે. સ્વિટ્ઝર્લેન્ડના બે વારના ચેમ્પિયન વાવરિંકાની નજર સતત ત્રીજા ચેન્નઈ ઓપન ખિતાબ પર છે. આ વર્ષે તે ફ્રેંચ ઓપન જીતી ચૂક્યો છે. દુનિયાના ચોથા નંબરના ખેલાડી વાવરિંકાએ આ વર્ષની શરૂઆત ચેન્નઈ ઓપનથી કરી હતી, જે એટીપી વર્લ્ડ પર તેનો આઠમો ખિતાબ હતો. વાવરિંકાએ કહ્યું, ”ચેન્નઈ ઓપન સિઝનની શરૂઆતનો શાનદાર ઉપાય છે. હું આઠમી વાર એમાં રમીશ. પાછલાં બે વર્ષ સારાં રહ્યાં, કારણ કે ચેન્નઈમાં જીતની સાથે શરૂઆત કરીને મેં ગ્રાન્ડ સ્લેમ જીત્યા. ચેન્નઈ મારો ગુડલક ચાર્મ બની ગયો છે. આશા છે કે આ વર્ષે પણ હું આ સિલસિલો જાળવી રાખીશ.” વાવરિંકાએ અહીં ૨૦૧૧, ૨૦૧૪ અને ૨૦૧૫માં ખિતાબ જીત્યો હતો. આ ઉપરાંત તે ૨૦૧૩માં ફ્રાંસના બેનોઇટ પિયરે સાથે અહીં ડબલ્સનો ખિતાબ પણ જીતી ચૂક્યો છે. ૨૦૧૧ બાદ વાવરિંકા ચેન્નઈમાંથી ક્યારેય ખાલી હાથે ગયો નથી. ચેન્નઈ ઓપન દેશની સૌથી મોટી પ્રોફેશનલ ટેનિસ ટૂર્નામેન્ટ છે. ૨૦૧૬માં ચેન્નઈ આ ટૂર્નામેન્ટની ૨૦મી સિઝનની યજમાની કરશે.

You might also like