વારાણસીમાં સાધુ-સંતો પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપના ૩૦૦ કાર્યકરે પાર્ટી છોડી  

વારાણસીઃ વારાણસીમાં સાધુ સંતાે પર થેલા લાઠીચાર્જના વિરાેધમાં ભાજપના અંદાજે ૩૦૦ કાર્યકરાેઅે પાર્ટી છાેડવા નિર્ણય કર્યાે છે. ગણપતિ વિસર્જન આંદાેલનથી પાર્ટીના ધારાસભ્યાે અળગા રહેતા કાર્યકરાે રાેષે ભરાયા હતા. આ મામલે પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે આ પરિવારનાે મામલાે છે.

વારાણસીમાં મૂર્તિ વિસર્જનને લઈને વિવાદ થયાે હતાે. વિસર્જન દરમિયાન સંતાે પર લાઠી ચાર્જ થયાે હતાે. જેનાે વિરાેધ કરતા દુર્ગા પૂજા આયાેજન સમિતિઅે નવરાત્રિમાં દુર્ગા મૂર્તિ પણ  સ્થાપિત નહિ કરવા જાહેરાત  કરી છે. જાેકે આ વિવાદ ગંગામાં મૂતિ વિસજનનાે છે. હાઈકાેર્ટે ગંગા નદીમાં ગણેશ વિસર્જન કરવા સામે પ્રતિબંધ લાદવાનાે આદેશ કર્યા બાદ તંત્રઅે વારાણસીમાં ગણેશ ભકતાે અને સંતાે પર લાઠી ચાર્જ કર્યાે હતાે.

આ ઘટનામાં ઘાયલ થયેલા સંત સ્વામી અવિમુકતેશ્વરાનંદ હાેસ્પિટલથી તેમના આશ્રમ પહાેંચ્યા હતાઅને વારાણસીના કેદારઘાટ પર તંત્રની હાજરીમાં ગંગાની માટીમાંથી બનેલી ગણેશની મૂર્તિનું વિસર્જન કરી વિરાેધ વ્યકત કર્યાે હતાે. થાેડા સમય પહેલા પણ સ્વામી અવિમુકતેશ્વરાનંદ વારાણસીના ગાેદાૈલિયા ચાર રસ્તા પર ગણેશજીની પ્રતિમાઆેનું ગંગામાં વિસર્જન કરવાની માગણી સાથે તેમના શિષ્યાે સાથે ધરણાં પર બેઠા હતા. જેમાં પાેલીસના લાઠી ચાર્જથી અનેક સંતાેને ઈજા થઈ હતી. 

You might also like