વાતચીતમાં કોન્ફીડેન્ટ દેખાવાના ફંડા..

અાંખમાં અાંખ મિલાવીને વાત કરો:જ્યારે તમે વાતચીત કરો ત્યારે તમારી અાંખોમાં તમારા અાત્મવિશ્વાસ જરૂરી છે. અાંખો જ સેલ્ફ-અેશ્યોરન્સ બને છે. અાંખમાં અાંખ મેળવીને વાત કરવાથી અેક અસરકારક છાપ ઊભી કરી શકે છે.

અાંખ મેળવો ત્યારે સ્મત પણ કરો: વાત દરમિયાન અાંખમાં અાંખ મેળવી સ્મત કરી અેક ક્ષણ જાળવી રાખો. તેથી તેને ખાતરી થાય. 

શરીરના મુદ્દા અસરકારક હોય છે:શરીર ઢીલું રાખવાથી પ્રભાવ ન પડે. ખભા સીધા રાખી ટટ્ટાર રહી વાત કરી રજૂઅાતને અસરકારક બનાવો.  

બોલચાલનો ટોન:વાત કરતી વખતે સામેવાળાના અવાજનો ટોન પારખી અે રીતે તમારો ટોન બદલતા રહો. તમારો ટોન મૃદુ છતાં પ્રભાવશાળી રાખવો જરૂરી છે.

તમારી જાતને ઇન્ટ્રોડ્યુસ કરો:તમારી જાતને અાગળ કરો. કોઈ પણ વ્યક્તને મળો તો તમારી અોળખાણ અાપો. અાત્મીયતા સભર વ્યવહાર સાથે સામેની વ્યક્ત સાથે જાેડાઈ જાઅો. સામી વ્યક્તને જાણવાની જિજ્ઞાસા રાખો.

પરફેક્ટ અેટેન્શન:તમારી વાત જેની સામે રજૂ કરો તેના પર પૂરું ધ્યાન કેન્િદ્રત કરો. વાત કરતી વખતે મા-માથા પર હાથ ન ફેરવો. ક્યાંય ખંજવાળો નહીં. અેથી અેવી છાપ પડશે કે તમે વાર્તા ઘડી રહ્યા છો.

રિસ્પોન્સ જરૂર અાપો:વાત કરતા સાંભળનારના શરીરમાં થતી હિલચાલ, માથાની હિલચાલ અને જવાબના ટોનને પારખી લો અને અે મુજબ તમારો ટોન તથા વાતની રજૂઅાતને બદલો. અેથી તમે વધુ પ્રભાવશાળી રજૂઅાત કરી શકશો.  

છાનામાના વાત જાણો :વાત શરૂ કરતાં અગાઉ સામેવાળાની અન્ય સાથેની વાત છાનામાના સાંભળીને અેનો અબિગમ જાણો. પછી, માફ કરજાે, તમારી વાત સંભળાઈ ગઈ… પણ શું ખરેખર તમે અામ કહેતા હતાથી વાત શરૂ કરી શકાય.

ખાસ મિત્ર માનો:સામેવાળા સાથે તમારા ખાસ મિત્રની જેમ વ્યવહાર કરી દિલના તાર જાેડો. અે પછી નિરાંતે અને અાત્મવિશ્વાસથી વાત થઈ શકશે.

સતત અપડેટ રહો:અેક જ વિષયમાં નહીં, પણ ફિલ્મ, કળા, રાજકારણ, રમત જેવા દરેક ક્ષેત્રના સમાચાર રોજેરોજ વાંચો અને વાતચીતમાં પીરસતા રહો. તેથી બધા તમને જાણકાર વ્યક્ત માનશે. સન્માન અાપશે.

લાઇમલાઇટમાં અાવવાનું વલણ છોડો:તમે સારી અને અસરકારક વાતચીતમાં બાહોશ હોય તો પણ તમે સારા શ્રોતા પણ બનો. બીજાની વાતને સાંભળો, સમજાે. બીજાને સાંભળવાની તમારી ટેવ અન્ય લોકોમાં તમને વિશ્વાસપાત્ર બનાવવામાં મદદ કરી શકે છે. 

You might also like