વાંચો, વિચારો અને અનુસરો

આજના પ્રસ્તુત સમયમાં પણ વર્ષો પહેલાં લખાયેલા વિચારો એકદમ યોગ્ય પુરવાર થયા છે. તે વિચારો આજે પણ એકદમ યથાયોગ્ય છે. આવા જ કેટલાક વિચારો અત્રે રજૂ કરેલા છે જેનેે વાંચી વિચારી અને અનુસરવાથી જીવન તો સુખપ્રદ બને છે. સાથે અનેક ભવ સુધરી જાય છે. આવો, અહીં એ દિવ્ય વિચારોને વાંચી, વિચારી અનુસરીએ અને આપણે આ ભવ સહિત આપના અનેક ભવ સુધરે તેવું જીવનભાથું બાંધી આપણા જીવનપથ પર આગળ ધપીએ.

સમય પણ આપણને શીખવે છે તથા શિક્ષણ પણ બંનેમાં એટલો ફરક છે કે શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે જ્યારે સમય પરીક્ષા લઇને શીખવાડે છે.

જિદંગીમાં પ્રેમ કરવો જ હોય તો પોતાના દુ:ખને જ કરો. કારણ કે દુનિયાનો નિયમ છે કે તમે જેને વધુ ચાહો છો તેમને તેટલા જ દૂર ધકેલો છો.

મુસીબતમાં કદી કોઇનીય મદદ ન માગશો કારણ કે મુસીબત ફક્ત ચાર દિવસની જ હોય છે તથા અહેસાન જિદંગીભરનો.

મારા ભાગ્યથી વધુ મને કાંઇ જ ન આપો ભગવાન. કારણ કે જરૂરથી વધુ અજવાળું મનુષ્યને અંધ બનાવે છે.

ઊંઘ પોતાની ઉડાવી સુવડાવ્યા આપણને, આંસુ પોતાના પાડીને હસાવ્યા આપણને. દર્દ કદી ન આપશો તેને ભગવાનની છબીને. ખુદ ભગવાન પણ જેને મા કહે છે.

નસીબદાર તે નથી જેનું નસીબ સારું છે. જો કે ખુશનસીબ તો તે છે જે પોતાના નસીબથી ખુશ છે.

બે રીતે કોઇ પણ ચીજ જોતાં આપને નાની લાગે છે. એક દૂરથી તથા બીજું અભિમાનથી.

પક્ષીઓને નથી અપાતી તાલીમ ઊડવાની જે જાતે નક્કી કરે છે મંજિલ આસમાનની રાખે છે. જે ધ્યેય આકાશને અડકવાનું તેમને નથી પરવા હોતી પડી જવાની.

બાળક જન્મ લે છે ત્યારથી બે વર્ષ લાગી 

જાય છે. બોલતાં, શીખતાં શીખતાં પરંતુ ક્યારે શું બોલવું ? તે શીખવામાં આખી જિંદગી નીકળી જાય છે.

મનુષ્ય ફક્ત બે કારણથી બદલાય છે. એક જ્યારે તેની જિદંગી કોઇ વહાલી વ્યક્તિ આવે છે તથા બે જ્યારે તેની જિંદગીમાંથી કોઇ પ્યારી વ્યક્તિ જતી રહે છે.

તમે સાચું બોલી ભલે કોઇનું દિલ તોડી નાખો. પરંતુ તમે જૂઠું બોલી કોઇને ખુશી કદી ન આપશો. 

લાંબી દોસ્તી માટે બે વાતનું ધ્યાન રાખજો. એક જ્યારે જાતે ગુસ્સામાં હો ત્યારે તમારા મિત્ર સાથે વાત ન કરો તથા બીજું જ્યારે તમારો મિત્ર ગુસ્સામાં હોય ત્યારે તેની કોઇ વાત પોતાના દિલ પર ન લેશો.

શીખવાની ઇચ્છા હોય તો માટીના દ્રોણથી પણ શીખી શકાય છે. •

You might also like