વર્લ્ડ નંબર-૧ સાઇના એક વખત નિવૃતી જાહેર કરવાનું વિચારી રહી હતી

નવી દિલ્હી : બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સાઇનાં નેહવાલ રજત પદ સાથે પરત ફરી છે. સાઇનાની આ સફળતા હાલ ચોરેને ચોટે ગવાઇ રહી છે ત્યારે તેણે પોતાની અસફળતાને પણ વાગોળી હતી. તેણે જણાવ્યું કે લંડન ઓલમ્પિક બાદ તે ખુબ હતાશ થઇ ગઇ હતી અને તેણે ઇચ્છયું હતું કે હવે તેણે બેડમિન્ટન છોડી દેવું જોઇએ.

સાઇનાનાં અનુસાર હૈદરાબાદથી બેંગ્લુરૂ જવાનો તેને ખુબ જ ફાયદો થયો. કોચ વિમલ કુમાર અને પ્રકાશ પાદુકોણનાં દિશા નિર્દેશ અને પ્રેરણાથી ગયેલો આત્મવિશ્વાસ પાછો ફર્યો હતો. સાઇનાએ જણાવ્યું કે તે કોર્ટ પર પહેલાથી વધારે ઝડપી રમી શકે છે. 

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં સાઇનાએ કહ્યું કે હું વર્લ્ડની બીજા નંબરની ખેલાડી હતી અને હૈદરાબાદમાં મારા પર ધ્યાન જ આપવામાં નહોતુ આવી રહ્યું. ઘણા ટોપ ખેલાડીઓ સામે હારી રહી હતી. મારી રેન્કિંગ 2માંથી 6 અને ત્યાર બાદ તો 9 પર પહોંચી ગઇ હતી. જેનાં કારણે હતાશ થઇને એક સમયે મે બેડમિન્ટ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. 

સાઇના ગુરૂવારે આવનાર નવા રેન્કિંગમાં વર્લ્ડ નંબર-1 ખેલાડી બની જશે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય કોચ વિમકુમારને આપ્યો હતો. સાઇનાએ કહ્યું કે વિમન સર દ્વારા મારા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું, જેનાં કારણે જ હું નંબર-1 પર પહોંચી શકી છું. સાઇનાનું નિશાન હવે રિયોમાં ગોલ્ડ પર છે. તે બોલી કે હું લંડન ઓલમ્પિક્સમાં સારૂ પ્રદર્શન કરવાની ઇચ્છા રાખું છું. 

You might also like