વરસાદના કારણે પ્રથમ દિવસે 15 ઓવરની રમત શક્ય બની

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો છે. વરસાદના કારણે પ્રથમ દિવસે ફક્ત ૧પ ઓવરની રમત શક્ય બની હતી. દિવસના અંતે ભારતે ર વિકેટે પ૦ રન બનાવી લીધા છે. ચેતેશ્વર પૂજારા ૧૯ અને વિરાટ કોહલી ૧૪ રને રમતમાં છે. શ્રીલંકા તરફથી પ્રસાદ અને પ્રદિપે ૧-૧ વિકેટ ઝડપી હતી. અજિન્કિય રહાણે ૮ રને પ્રદિપનો શિકાર બન્યો હતો.  લોકેશ રાહુલ મેચના બીજા જ બોલે બોલ્ડ થતા ભારતને ફટકો પડ્યો હતો.  ભારત સામે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટમાં શ્રીલંકાના કેપ્ટન એન્જલો મેથ્યુસે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ ટેસ્ટની શ્રેણી ૧-૧થી બરાબરી ઉપર છે. ભારતની ટીમમાં બે અને શ્રીલંકાની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયામાં મુરલી વિજય અને રિદ્ધીમાન સહાના સ્થાને ચેતેશ્વર પૂજારા અને નમન ઓઝાને તક મળી છે.  શ્રીલંકાની ટીમમાં સંગાકારા, મુબારક અને ચમીરાના સ્થાને થરંગા, કુશાલ પરેરા અને નુવાન પ્રદીપને ટીમમાં સ્થાન મળ્યું છે. કુશાલ પરેરાએ ડેબ્યૂ કર્યું છે. નમન ઓઝાએ વિકેટકિપર બેટ્સમેન તરીકે ટીમ ઇન્ડિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.  ઓઝા ભારતની ટીમમાં ર૮પમો ટેસ્ટ પ્લેયર છે. વિકેટકીપર રિદ્ધિમાન સહા ઇજાને કારણે ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ચુક્યો છે. તેની જગ્યાએ નમન ઓઝાને વિકેટકીપર તરીકે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે ભારતે સિંહાલિઝ મેદાન પર શ્રીલંકા સામે સાત ટેસ્ટ રમી છે જેમાંથી ચાર ડ્રો, એક ભારત તથા બેમાં શ્રીલંકાનો વિજય થયો છે. બન્ને ટીમો વચ્ચે જુલાઈ ર૦૧૦માં રમાયેલી ટેસ્ટ ડ્રો રહી હતી. શ્રીલંકાએ આ મેદાન પર ગત વર્ષે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.ભારત – ચેતેશ્વર પૂજારા, લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, અજિન્કિય રહાણે, નમન ઓઝા, સ્ટુઅર્ટ બિન્ની, આર.અશ્વિન, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ.
 
શ્રીલંકા – કરુણારત્ને, કૌશલ સિલ્વા, ઉપુલ થરંગા, થિરીમાને, એન્જલો મેથ્યુસ, ચંદીમલ, પરેરા, પ્રસાદ, રંગના હેરાથ, કૌશલ, નુવાન પ્રદીપ.ભારત પહેલો દાવ                         રન    બોલ    ૪   ૬
લોકેશ રાહુલ બો. પ્રસાદ                    ૨      ૨       ૦   ૦
ચેતેશ્વર પૂજારા નોટઆઉટ                 ૧૯     ૪૨     ૨   ૦
રહાણે એલબી બો. પ્રદિપ                   ૮      ૧૩     ૨   ૦
વિરાટ કોહલી નોટઆઉટ                   ૧૪     ૩૪    ૨   ૦
વધારાનાઃ ૭ કુલ (૨ વિકેટ, ૧૫ ઓવર)  ૫૦
વિકેટઃ ૧/૩, બોલિંગઃ પ્રસાદઃ ૪-૦-૧૬-૧, પ્રદિપઃ ૬-૦-૧૬-૧, મેથ્યુઝઃ ૪-૨-૭-૦, હેરાથઃ ૧-૦-૬-૦,ભારતને ઈતિહાસ સર્જવા તક : ટેસ્ટ મેચ ફાઈટ ટુ ફિનીશ સમાન બનશેભારત અને શ્રીલંકા ત્રીજી ટેસ્ટ મેચ બન્નો ટીમો માટે ફાઇટ ટુ ફિનિશ સમાન બની રહેશે. બીજી ટેસ્ટમાં જીત મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને લાંબા ગાળા બાદ શ્રીલંકાની જમીન પર ટેસ્ટ શ્રેણી જીતવા માટે સજ્જ છે. 
–   શ્રીલંકા અને ભારત વચ્ચે વર્તમાન ટેસ્ટ શ્રેણી ૧-૧ પર છે.
–   ભારતને ૨૨ વર્ષના લાંબા ગાળા બાદ ટેસ્ટ શ્રેણી જીતવાની તક છે.
–   પ્રથમ ટેસ્ટમાં ભારતની કારમી હાર થયા બાદ બીજી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત થઇ હતી.
–   બીજી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ તરીકે રાહુલની પસંદગી કરવામાં આવી હતી.
–   ભારત તરફથી બોલિંગમાં સ્પીનર અશ્વીન હજુ સુધી ખતરનાક સાબિત થયો છે.
–   વિરાટ કોહલી બેટિંગમાં હજુ સુધી અપેક્ષા દેખાવ કરી શક્યો નથી.
–   શ્રીલંકા તરફથી કેપ્ટન મેથ્યુસનો દેખાવ બોલિંગ અને બેટિગ બન્નેમાં શાનદાર રહ્યો છે.
–   આ ટેસ્ટ મેચમાં બંને ટીમો જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
–   શિખર ધવન ઇજાગ્રસ્ત હોવાથી ભારતને ઓપનિંગને લઇને મોટી સમસ્યા છે
–   મુરલી વિજય બીજી ટેસ્ટમાં પ્રમાણમાં સારી બેટિંગ કરી ગયો હતો.
–   ચેતેશ્વર પુજારાને તક મળે તેવી પણ પ્રબળ શક્યતા દેખાઇ રહી છે.
–   ભારતે છેલ્લે અઝહરના નેતૃત્વમાં શ્રીલંકાની જમીન પર ટેસ્ટ શ્રેણી જીતી હતી.
–   બંને ટીમો પર જીત માટે જોરદાર દબાણની સ્થિતી રહેલી છે.
–   ભારતીયો બેટ્સમેનોનો દેખાવ પર તેમની ક્ષમતા કરતા નબળો રહ્યો છે, ખાસ કરીને રોહિત શર્મા બેટિંગમાં વધારે અસરકારક રહ્યો નથી.
 
You might also like